કોરોનાને મ્હાત આપનાર બાળકોમાં લાંબા સમય સુધી જોવા મળે છે Covidની અસર?

નિષ્ણાતોને ખાતરી નથી કે લોન્ગ કોવિડના લક્ષણોનું કારણ શું હોઈ શકે. કેટલાક કિસ્સાઓમાં તે સંક્ર્મણને કારણે અંગોને નુકસાન કરી શકે છે અથવા તે શરીરમાં રહેલા વાયરસનું પરિણામ હોઈ શકે છે.

કોરોનાને મ્હાત આપનાર બાળકોમાં લાંબા સમય સુધી જોવા મળે છે Covidની અસર?
File Image

કોરોનાએ (Corona) વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્રીજી લહેરમાં બાળકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બાળકોમાં કોવિડ-19( Covid-19)ની અસર કોરોના વાઈરસથી સંક્રમિત થયા પછી લાંબા સમય સુધી ટકી શકે છે? આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે. પરંતુ અભ્યાસો દર્શાવે છે કે વયસ્ક લોકોની તુલનામાં બાળકોમાં તે લક્ષણોથી પ્રભાવિત થવાની આશંકા ઓછી છે. જે સંક્ર્મણના એક મહિના અથવા તો વધુ સમય સુધી રહે છે. બાળકોમાં લોન્ગ કોવિડ-19ના લક્ષણોને લઈને અલગ-અલગ અનુમાન છે.

 

તાજેતરમાં પ્રકાશિત થયેલા યુકેના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ ચાર ટકા નાના બાળકો અને કિશોરોમાં સંક્રમિત થયાના એક મહિના કરતાં વધુ સમય પછી લક્ષણોનો અનુભવ કર્યો હતો. થાક, માથાનો દુખાવો અને ગંધ ગુમાવવી એ સૌથી સામાન્ય ફરિયાદો હતી અને મોટાભાગના લક્ષણો બે મહિના પછી અદૃશ્ય થઈ ગયા.

 

ઉધરસ, છાતીમાં દુખાવો, અને યાદશક્તિમાં ઘટાડો અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા અન્ય લક્ષણો છે, જે ક્યારેક બાળકોમાં જોવા મળે છે. આ લક્ષણો હળવા ચેપ સાથે સંકળાયેલા હોઈ શકે છે અથવા પ્રારંભિક લક્ષણો પછીથી થઈ શકે છે.

 

કોરોનામાંથી સાજા થયેલા 30 ટકા દર્દીઓમાં લાંબા કોવિડના લક્ષણો

કેટલાક અભ્યાસોમાં યુકેના અભ્યાસ કરતા સતત લક્ષણો વધારે જોવા મળ્યા છે, પરંતુ બાળકો પુખ્ત વયના લોકો કરતા ઓછા પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે. કેટલાક અંદાજ મુજબ લગભગ 30 ટકા પુખ્ત COVID-19 દર્દીઓ લાંબા ગાળાના લક્ષણો વિકસાવે છે. નિષ્ણાતોને ખાતરી નથી કે લાંબા ગાળાના લક્ષણોનું કારણ શું હોઈ શકે. કેટલાક કિસ્સાઓમાં તે પ્રારંભિક સંક્રમણને કારણે અંગોને નુકસાન બતાવી શકે છે અથવા તે શરીરમાં રહેલા વાઈરસના પરિણામ હોય શકે છે. લોન્ગ કોવિડની લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે.

 

ડેલ્ટા વેરિએન્ટને કારણે ડોક્ટર ચિંતિત

કોરોના વાઈરસનું સંક્રમક રૂપ ડેલ્ટા વેરિએન્ટના ઝડપથી ફેલાવાને કારણે ડોકટરોમાં ચિંતા છે. ડોકટરોનું માનવું છે કે ડેલ્ટા વેરિએન્ટને કારણે વધારે સંખ્યામાં બાળકો સંક્રમિત થઈ શકે છે. આ કારણે તેમને અન્ય પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તે જ સમયે બાળકો કોરોનાની ઝપેટે આવતા જોઈને અમેરિકન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સે રિકવર થયેલા બાળકોને સતત ડોકટરોને બતાવવાની અપીલ કરી છે. આ એટલા માટે છે કે લોન્ગ કોવિડનો સામનો કરી શકાય.

 

આ પણ વાંચો :ITR Filing Date Extended : કરદાતાઓને મોટી રાહત, આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

 

આ પણ વાંચો :Afghanistan Crisis: હક્કાની નેટવર્ક સંબંધિત નિવેદનને કારણે અમેરિકા પર લાલચોળ થયેલા તાલિબાને કહ્યું – આવી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં

Click on your DTH Provider to Add TV9 Gujarati