Lockdown and Restrictions : કોરોનાને કારણે 10 મે થી ત્રણ રાજ્યોમાં લોકડાઉન અને 8 રાજ્યોમાં કડક પ્રતિબંધો

Lockdown and Restrictions : તમિલનાડુ, રાજસ્થાન અને કર્ણાટકમાં 10 મે થી લોકડાઉન તેમજ કેરળ, ગોવા, પોંડીચેરી, મેઘાલય, હિમાચલ, મિઝોરમ, મણીપુર અને પુણેમાં કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

Lockdown and Restrictions : કોરોનાને કારણે 10 મે થી ત્રણ રાજ્યોમાં લોકડાઉન અને 8 રાજ્યોમાં કડક પ્રતિબંધો
FILE PHOTO
Follow Us:
| Updated on: May 09, 2021 | 6:41 PM

Lockdown and Restrictions : કોવિડ-19 રોગચાળાને કારણે આખો દેશ અસરગ્રસ્ત છે. આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે, ઘણા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે.દેશના 10 મેં થી 2 રાજ્યોમાં લોકડાઉન અને નવ રાજ્યોમાં કડક પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જુદા જુદા રાજ્યોમાં લોકડાઉન કેટલો સમય લાગુ રહેશે અને આ સમયગાળા દરમિયાન શું ખુલ્લું અને બંધ રહેશે કે કેમ તે માટે સરકાર દ્વારા વિવિધ રાજ્ય સરકારો દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

તમિલનાડુમાં 10 મે થી લોકડાઉન તમિળનાડુમાં શુક્રવારે મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે એસ બેઠક યોજી હતી. આ બેઠકમાં હેલ્થકેર સંબંધિત નિષ્ણાતોની સલાહના આધારે લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમિલનાડુમાં 10 મે થી 24 મે સુધી સમગ્ર Lockdown લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન, જરૂરી સેવાઓ સિવાય તમામ દુકાનો અને ખાનગી અને સરકારી કચેરીઓ બંધ રહેશે. આ ઉપરાંત સરકારી દારૂની દુકાન, બાર, સ્પા, જીમ, બ્યુટી પાર્લર, સલુન્સ, સિનેમા હોલ, ક્લબ, બગીચા અને બીચ પણ બંધ રહેશે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

રાજસ્થાનમાં 10 થી 24 મે લોકડાઉન રાજસ્થાન સરકારે 10 થી 24 મે દરમિયાન રાજ્યમાં Lockdown લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ રહેશે. કરિયાણા, દૂધ, શાકભાજી, ફળ અને અન્ય જરૂરી માલની દુકાનોને થોડા સમય માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

કર્ણાટકમાં 10 થી 24 મે લોકડાઉન કર્ણાટકના મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે રાજ્યમાં 14 દિવસના સંપૂર્ણ Lockdown ની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે 10 મે થી 24 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. આ સમય દરમિયાન, આવશ્યક સેવાઓ સિવાય કોઈને પણ અવર-જવર કરવા દેવામાં આવશે નહીં.

આ રાજ્યોમાં કડક પ્રતિબંધો લાગુ 10 મે થી તામીલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનમાં Lockdown ની સાથે દેશના 8 રાજ્યો એવા પણ છે જેમાં કડક પ્રતિબંધો (Restrictions) લાગુ કરવામાં આવ્ય છે.

કેરળમાં 8 થી 16 મે સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, પણ રાશનની દુકાનો, શાકભાજીની દુકાનો સહિતની આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સાંજે સાડા સાત વાગ્યા સુધી ખુલી રહેશે. આ સિવાય રાજ્યમાં બેંકો, વીમા કંપનીઓ, વિમાનો, બસો કે ટ્રેનોની અવરજવર પણ ચાલુ રહેશે.

ગોવામાં 9 મે થી 23 મે સુધી કડક પ્રતિબંધો (Restrictions) સાથે કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમય દરમિયાન માત્ર તબીબી પુરવઠો સહિત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. કરિયાણાની દુકાન સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી રેસ્ટોરન્ટમાં ટેકઓવર ઓર્ડર માટે પરવાનગી આપવામાં આવી છે.

કેરળ અને ગોવા ઉપરાંત મહારાષ્ટ્રના પુણે, પોંડીચેરી, મેઘાલય, હિમાચલ, મિઝોરમ અને મણીપુરમાં 10 મે થી 17 મે સુધી કડક પ્રતિબંધો (Restrictions) લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : જાણો કોણ છે હેમંત બિસ્વા સરમા, જેમને આસામના ચાણક્ય કહેવામાં આવે છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">