DELHI : ICU બેડ 100થી ઓછા, ઓક્સીજનની અછત, કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ

DELHI : દિલ્હીમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર, 17 એપ્રિલે 25 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા.

DELHI : ICU બેડ 100થી ઓછા, ઓક્સીજનની અછત, કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 4:29 PM

DELHI : દિલ્હીમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર છે. દિલ્હીમાં 17 એપ્રિલે 25 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. દિલ્હીમાં વધતા જતા કોરોના કોરોના સંક્રમણને કારણે હવે ICU બેડ અને ઓક્સીજનની અછત ઉભી થવા લાગી છે. આ જોતા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એક વાર કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે.

100 થી ઓછા ICU બેડ બચ્યા : કેજરીવાલ DELHI ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે બપોરે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું, “કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં બેડ ખૂબ જ ઝડપથી ભરાવા લાગ્યા છે, ICU બેડ પણ હવે થોડાક જ બચ્યા છે. આખા દિલ્હીમાં 100 થી ઓછા ICU બેડ બચ્યા છે. ઓક્સિજનની પણ અછત છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને અમે કેન્દ્ર સરકારની મદદ મળી રહી છે.

કેજરીવાલે વડાપ્રધાનને પત્ર લખ્યો DELHI ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં આશરે 10,000 બેડ છે. તેમાંથી ઓછામાં ઓછા 7,000 બેડ કોવિડ માટે અનામત હોવા જોઈએ. દિલ્હી સરકારે રેલવેને આનંદ વિહાર અને શકુર બસ્તી રેલ્વે સ્ટેશન પર કોવિડ બેડની વ્યવસ્થા કરવા પણ કહ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

દિલ્હીમાં 24 હજારથી વધુ કેસ DELHI માં 17 એપ્રિલે કોવિડ-19 ના 24,375 નવા કેસ નોંધાયા છે, જે રાષ્ટ્રીય રાજધાનીમાં દૈનિક સંખ્યામાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ સાથે બીમારીને કારણે 167 લોકોનાં કરૂણ મૃત્યુ થયા છે. દિલ્હીમાં સંક્રમણનો દર 24.56 ટકા થઈ ગયો છે. જેનો અર્થ છે કે દર ચારમાંથી એક વ્યક્તિ કરોના સંક્રમિત થઇ રહ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 8,27,998 થયા છે. દિલ્હીમાં મૃત્યુઆંક વધીને 11,960 પર પહોંચી ગયો છે.દિલ્હીમાં 69,799 એક્ટિવ કેસ છે.

સ્થિતિ ગંભીર અને ચિંતાજનક : કેજરીવાલ DELHI માં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19 ની પરિસ્થિતિ ‘ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે અને દર્દીઓ માટે ઓક્સિજન, રેમડેસીવીર અને ટોસિલીઝુમેબની સપ્લાયમાં અછત ઉભી થઈ છે. તેમણે કહ્યું કે કોવિડના કેસો ઝડપથી વધી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 24 હજાર નવા કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 19,500 થી વધીને આશરે 24 હજાર થઈ ગઈ છે. આ પરિસ્થિતિ એકદમ ગંભીર અને ચિંતાજનક છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">