Jamnagar : સ્મશાનમાં યુવાનોનો સેવાયજ્ઞ, કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહોની કરે છે અંતિમવિધી

Jamnagar : જામનગર શહેરની નજીક આવેલા લાખાબાવડ ગામના સોનાપુરી સ્મશાનમાં 15 જેટલા યુવાનો દ્રારા કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને ચિતા ઉપર ગોઠવવા, અગ્નિદાહ આપવા, અસ્થિ કાઢવા સહીતની અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.

Jamnagar : સ્મશાનમાં યુવાનોનો સેવાયજ્ઞ, કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહોની કરે છે અંતિમવિધી
જામનગર નજીકના લાખાબાવડ ગામે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમ વિધી કરવાનો યુવાનોનો અનોખો સેવાયજ્ઞ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 24, 2021 | 9:07 PM

કોરોનાની કપરી સ્થિતિમાં અનેક લોકોએ સેવાયજ્ઞ શરુ કર્યા છે. પરંતુ જામનગરની નજીક આવેલા લાખાબાલડ ગામના યુવાનોએ એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જામનગર મ્યુનિસિપિલ કોર્પોરેશનના સ્મશાનમાં  કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં પારાવાર સમય થતા લાખા બાવડ ગામના સ્મશાનમાં મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. લાખા બાવડ ગામના યુવાનોએ, સ્મશાનમાં લાકડા લાવવાથી ચિતા ઉપર મૃતદેહ ગોઠવવા, અગ્નિદાહ આપવા, અસ્થિ બહાર કાઢવા સહીતની સેવાકિય પ્રવૃતિ આદરી છે.

કોરોનાની કપરી પરીસ્થિતીમાં માનવતા જીવંત રહી છે, તેમજ વિવિધ પ્રકારની સેવાઓ કરવા સ્વયસેવકો અને દાતાઓ આગળ આવી રહ્યા છે. હાલની સ્થિતીમાં સામાન્ય દિવસો કરતા મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે સ્મશાનગૃહમાં કલાકો સુધી રાહ જોવી પડે તેવી વિકટ પરીસ્થિતીનો હાલ સામનો કરવા મજબુર બન્યા છે.

જામનગર શહેરમાં કાર્યરત બે સ્મશાનમાં જયારે મૃતકોની સંખ્યા વધુ હોય ત્યારે કલાકો ત્યારે અંતિમવિધી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. તેવી સ્થિતીમાં હાલ જામનગર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોના સ્મશાનગૃહમાં અંતિમવિધી કરવામાં આવે છે. જામનગર નજીક આવેલા લાખાબાવડના સોનાપુરી સ્મશાનમાં 15 જેટલા યુવાનો દ્રારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

છેલ્લા 12 દિવસથી અંહી સ્થાનિકોને જામનગર શહેરના 15 સ્વયંસેવકો દ્રારા સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક દાતાની મદદથી લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મૃતકોના પરીવારજનોને મુ્શ્કેલીના સમયે મદદરૂપ થવાના હેતુથી શકય તેટલી મદદ કરવામાં આવે છે.

અંતિમવિધીમાં તમામ કામગીરી યુવાનો દ્રારા કરવામાં આવે છે. હાલની સ્થિતીમાં જીવના જોખમે સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે. લાખાબાવડના સ્મશાનમાં દૈનિક 12થી વધુ મૃતહેહ અંતિમવિધી માટે આવે છે.

જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ આવેલી છે. જેના કારણે અનેક જીલ્લા કે શહેરમાંથી કોરોનાના દર્દીઓ સારવાર માટે જામનગર આવી રહ્યા છે. તો કયારેક સારવાર દરમિયાન દર્દીના મોત થાય તો તેમના પરીવારજનો દ્રારા તેમની અંતિમવિધી અંહી કરવામાં આવે છે. તેવા સમયે તેમને વધુ સમય સુધી પરેશાન ના થાય તે માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાકીય યજ્ઞ સ્વયંસેવક યુવાનો દ્રારા કરવામાં આવેલ છે.

હાલ કપરી સ્થિતીમાં આવા સેવાભાવી યુવાનો નિસ્વાર્થ સેવા કરીને મુશકેલીના સમયમાં લોકોને મદદરૂપ થવાનો સહરાનીય પ્રયાસ શરૂ કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">