ઉદ્યોગ સંગઠન ફિક્કીએ સરકારને દેખાડયો માર્ગ, કોવિડ રસીકરણમાં તેજી માટે આપ્યો મંત્ર

ઉદ્યોગ સંગઠન ફિક્કીએ સૂચન કર્યું છે કે સરકારે દેશમાં કોવિડ -19 રસીના ઉત્પાદનમાં વધારો કરવા રસી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું જોઈએ.

ઉદ્યોગ સંગઠન ફિક્કીએ સરકારને દેખાડયો માર્ગ, કોવિડ રસીકરણમાં તેજી માટે આપ્યો  મંત્ર
રસીકરણની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 5:34 PM

ઉદ્યોગ સંગઠન ફિક્કીએ સૂચન કર્યું છે કે સરકારે દેશમાં કોવિડ -19 રસીના ઉત્પાદનમાં વધારો કરવા રસી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું જોઈએ. ઉદ્યોગ મંડળે એક નિવેદન બહાર પાડ્યું છે જે રસી ઉત્પાદકોને ટેકો આપવા પ્રોડક્શન-લિંક્ડ પ્રોત્સાહક (PLI) જેવી યોજના હેઠળ નાણાં આપવાની ભલામણ કરે છે.

રસી કંપનીઓને તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પ્રોત્સાહિત કરવાની તાતી જરૂરિયાત હોવાનું નોંધતાં ફિક્કીએ જણાવ્યું હતું કે, સરકારે રસીના ખર્ચ પર ભાવ મર્યાદા લગાવી દીધી હોવાથી રસી ઉત્પાદકોએ ઉત્પાદન વધારવા માટે યોગ્ય પ્રોત્સાહન આપવાની જરૂર છે ”

આ રાજ્યોમાં અછત છે ઉદ્યોગ સંગઠન ફિક્કીએ આશા વ્યક્ત કરી છે કે આમ કરવાથી રસી ઝડપથી બનાવવામાં આવશે જેનો લાભ કોરોના રોગચાળા સામેની લડતમાં મળશે. ઉદ્યોગ સંગઠને એમ પણ કહ્યું હતું કે ઘણાં રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ રસીઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારનો સમાવેશ થાય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

38 કરોડની રસી જરૂરી છે ફિક્કીએ કહ્યું કે, “ઓગસ્ટ 2021 સુધીમાં ભારત ૩૦ કરોડ ની વસ્તીને અગ્રીમતા સાથે રસી આપવાનો ઇરાદો ધરાવે છે. કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ 10.85 લોકોને આપવો અને દરરોજ 30 લાખ રસીઆપવાના હાલના દરને ધ્યાનમાં રાખીને અમને અગ્રિમતાવાળા જૂથોને રસીના બે ડોઝ આપવા માટે 38 કરોડથી વધુ રસી ડોઝની જરૂર પડશે. ”

સબસિડીની જોગવાઈ જરૂરી સંગઠને વધુમાં કહ્યું કે દેશમાં કોવિડ રસી વિકસિત કરી રહ્યા છે અથવા ઉત્પાદન કરી રહ્યા છે તેવા ઉત્પાદકો માટે પણ સરકારે તાત્કાલિક અને પર્યાપ્ત અનુદાન અને સબસિડીની જોગવાઈ કરવાની જરૂર છે. ઉદ્યોગ વતી ફિક્કીએ સરકારને આ અભૂતપૂર્વ સંકટને પહોંચી વળવા પૂરા સમર્થનની ખાતરી આપી છે. હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ રસીના સ્ટોકને લઈને સરકાર પર અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીનું માનવું છે કે PLI, સબસિડી અને અન્ય પ્રોત્સાહનોની મદદથી આ સમસ્યા હલ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">