India Corona Update : દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો, આરોગ્ય મંત્રાલયે કહ્યું 66 ટકા કેસ માત્ર 5 રાજ્યોમાંથી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ દૈનિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે દેશમાં સરેરાશ ચાર અઠવાડિયાથી કોરોનાના નવા કેસો ઘટવાનું શરૂ છે.

India Corona Update : દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો, આરોગ્ય મંત્રાલયે કહ્યું 66 ટકા કેસ માત્ર 5 રાજ્યોમાંથી
Health Ministry Daily press briefing
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 6:50 PM

India Corona Update : દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. 4 જૂને છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,32,000 જેટલા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 8 દિવસમાં સતત 2 લાખથી ઓછા નવા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ઘટતા જતા કોરોનાના નવા કેસ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ કહ્યું કે હવે નવા કેસોમાંથી 66 ટકા કેસો માત્ર 5 રાજ્યોમાંથી છે.

1.32 લાખ નવા કેસ, 2713 મૃત્યુ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ જાહેર કરેલા કોરોના વાયરસના લેટેસ્ટ અપડેટેડ આંકડા (India Corona Update) અનુસાર, દેશમાં 4 જૂનના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,32,364 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 2,85,74,350 થઇ છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 2713 દર્દીઓના મૃત્યુ થયા છે, દેશમાં કુલ મૃત્યુઆંક 3,40,702 થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,07,071 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. આ સાથે દેશમાં કોરોનાને મ્હાત આપનારા લોકોની સંખ્યા 2,65,97,655 થઇ છે. દેશમાં હાલ એક્ટીવ કેસની સંખ્યા 16,35,993 થઇ છે.

કોરોનાના કેસોમાં 63 ટકાનો ઘટાડો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ દૈનિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે દેશમાં સરેરાશ ચાર અઠવાડિયાથી કોરોનાના નવા કેસો ઘટવાનું શરૂ છે. છેલ્લા ત્રણ અઠવાડિયામાં નવા કેસોમાં 20 ટકા ઓછા કેસો નોંધાયા છે. કુલ મળીને દેશમાં કોરોનાના નવા કેસોમાં 63 ટકાનો ઘટાડો નોંધાયો છે.

66 ટકા કેસ માત્ર 5 રાજ્યોમાંથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) એ કહ્યું કે દેશમાં નવા નોધાયેલા કેસોમાંથી 66 ટકા કેસ માત્ર પાંચ રાજ્યોમાંથી જ છે. જયારે 33 ટકા કેસો 31 રાજ્યોમાંથી છે. સરેરાશ 100 થી વધુ કેસોવાળા જિલ્લાની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. 257 જિલ્લાઓમાં સરેરાશ 100 થી વધુ નવા કેસો નોંધાયા છે. 377 જિલ્લાઓમાં 5 ટકાથી ઓછા કેસો નોંધાયા છે.

રસીનો પ્રથમ ડોઝ આપવામાં ભારતે અમેરિકાને પાછળ છોડ્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Health Ministry) ની દૈનિક પ્રેસ બ્રીફિંગમાં નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું કે વિશ્વના આંકડા મુજબ ભારતમાં રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 17.2 કરોડ છે. રસીનો પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારતે અમેરિકાને પાછળ છોડ્યું છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">