ગુજરાતમાં આજે કોરોનાના નવા 20,966 કેસ નોંધાયા, 12 દર્દીના મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 20,966 કેસ નોંધાયા, 12 દર્દીના મોત
કોરોના (પ્રતિકાત્મક તસ્વીર)

રાજયમાં (Gujarat) કોરોનાની (Corona) સ્થિતિ વિકટ બની રહી છે. રોજબરોજ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાઇ રહ્યો છે. આજે રાજયમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. આજે રાજયમાં કોરોનાના નવા 20,966 આટલા કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાને કારણે 12 મોત (death) થયા છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 19, 2022 | 9:22 PM

રાજયમાં (Gujarat) કોરોનાની (Corona) સ્થિતિ વિકટ બની રહી છે. રોજબરોજ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાઇ રહ્યો છે. આજે રાજયમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. આજે રાજયમાં કોરોનાના નવા 20,966 આટલા કેસ નોંધાયા છે. આ સાથે રાજયમાં કોરોનાને કારણે 12 મોત (death) થયા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે.અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે.રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 20 હજારથી વધુ કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 20,966 કેસ નોંધાયા છે. ગઈકાલે કોરોનાના 17,119 નવા કેસ સામે આવ્યા હતા.30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી.ખાસ કરીને મહાનગરોમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતું નજરે પડી રહ્યું છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 8,391 કેસ નોંધાયા છે. તો સુરતમાં પણ 3,318 નવા દર્દી મળ્યા. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 1,998 નવા મામલા સામે આવ્યા. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1,259 કેસ નોંધાયા.. રાજ્યના અન્ય શહેર-જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસ પર નજર કરીએ તો.સુરત જિલ્લામાં 656, ગાંધીનગરમાં 446, ભાવનગરમાં 526, વલસાડમાં 387, જામનગરમાં 255, મહેસાણામાં 258 મોરબીમાં 256કેસ નોંધાયા.. તો નવસારીમાં 278, ભરૂચમાં 302, કચ્છમાં 194, બનાસકાંઠામાં 240, વડોદરા જિલ્લામાં 254, રાજકોટ જિલ્લામાં 127, પાટણમાં 151, જૂનાગઢમાં 95 કેસ સામે આવ્યા.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે એક જ દિવસમાં 12 દર્દીઓનાં મોત થયા છે.અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠામાં 2-2, સુરત અને ભરૂચમાં 1-1 મળી કુલ 12નાં મોત થયાં છે. તો છેલ્લા 24 કલાકમાં 9 હજાર 828 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં 8.76 લાખથી વધુ લોકો સાજા થયા છે.. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 90,726 એક્ટિવ કેસ છે, જેમાંથી 125 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 90,601 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરામાં એક જ દિવસમાં 2252 કેસ નોંધાયા. જામનગર જિલ્લામાં આજે કોરોનાના 335 કેસ નોંધાયા. નવસારીમાં આજે કોરોનાના 278 કેસ નોંધાયા. પાટણમાં આજે 151 કોરોના કેસ નોંધાયા. સુરેન્દ્રનગરમાં આજે 146 કેસ નોંધાયા. નર્મદામાં આજે કોરોનાના 84 કેસ નોંધાયા. પંચમહાલમાં વધુ 42 કોરોના કેસ નોંધાયા. તાપીમાં નોંધાયા વધુ 43 કેસ. મોરબીમાં 166 ઘરોને જાહેર કરાયા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન.

આ પણ વાંચો : મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં સોમવારથી ખુલી શકે છે સ્કુલ, શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આપી આ મહત્વની માહીતી

આ પણ વાંચો : અંબાજી મંદિર બંધ રહેતા ચાર દિવસમાં 17.20 લાખ લોકોએ કર્યા ઓનલાઈન દર્શન, દાન પણ ડીઝટલ બન્યું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati