ચીનમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનનો મળશે માત્ર એક જ ડોઝ, નહીં મળે ‘બુસ્ટર’

ચીને આખરે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને એન્ટી કોવિડ -19 રસી લાગુ કરવાની યોજના જાહેર કરી છે. ચીનના જણાવ્યા અનુસાર 60 વર્ષથી ઉપરના લોકોને રસીની ફક્ત એક માત્રા આપવામાં આવશે અને 'બૂસ્ટર' આપવામાં આવશે નહીં,

ચીનમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિનનો મળશે માત્ર એક જ ડોઝ, નહીં મળે 'બુસ્ટર'
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 31, 2021 | 5:09 PM

ચીને આખરે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને એન્ટી કોવિડ -19 રસી લાગુ કરવાની યોજના જાહેર કરી છે. ચીનના જણાવ્યા અનુસાર 60 વર્ષથી ઉપરના લોકોને રસીની ફક્ત એક માત્રા આપવામાં આવશે અને ‘બૂસ્ટર’ આપવામાં આવશે નહીં, કારણ કે આ સમયે તેની ભલામણ કરવામાં આવી નથી. મંગળવારે મીડિયામાં એક સમાચાર અહેવાલમાં તેની જાણકારી આપવામાં આવી હતી.

ગ્લોબલ ટાઈમ્સના સત્તાવાર સમાચાર મુજબ ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચસી) અનુસાર ચીનમાં 11 મિલિયનથી વધુ લોકોને એન્ટી કોવિડ -19 રસી આપવામાં આવી છે, પરંતુ આ ફક્ત 18થી 59 વર્ષની વચ્ચેના લોકોને આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 59 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની બાકી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સગીરોએ જોવી પડશે રાહ ચીન એમ પણ કહે છે કે તેણે વિદેશમાં આશરે 10 કરોડ રસી મોકલી છે, પરંતુ તે હજી સુધી તેના વૃદ્ધોને રસી આપવાની બાકી છે. તાજેતરમાં જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ચીન (china)માં 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની વસ્તી 26 કરોડથી વધુ છે. સોમવારે એનએચસીએ કોવિડ -19 રસીકરણ(vaccination ) અંગેની તેની પ્રથમ સત્તાવાર માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવશે.

એનએચસી અનુસાર, વર્તમાન ક્લિનિકલ સંશોધનનાં ડેટા બતાવે છે કે રસી વરિષ્ઠો માટે સલામત છે. રિપોર્ટ અનુસાર એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોવિડ -19 રસીનો ‘બૂસ્ટર’ ડોઝ હજુ સુધી લેવાની ભલામણ કરવામાં આવી નથી. માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં 18 વર્ષથી ઓછી વયના લોકો માટે રસીકરણની ભલામણ કરવામાં આવતી નથી.

વુહાનથી પરત ફરેલી WHOએ જાહેર કર્યો રિપોર્ટ

તમને જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ની એક ટીમે ભૂતકાળના કોરોના મૂળની તપાસ માટે વુહાનની મુલાકાત લીધી હતી, જ્યાં કોરોનાનો પહેલો કેસ 2019માં બહાર આવ્યો હતો. મંગળવારે આ ટીમે તેનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં કોરોનાના સ્ત્રોતની જાણકારી મળી શકી નથી. અહેવાલમાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે તમામ પ્રશ્નોના જવાબો મેળવવા માટે વધુ સંશોધન કરવાની જરૂર છે.

ડબ્લ્યુએચઓનાં ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ આધાનોમ ગ્રેબેયેસસ કહ્યું કે આપણે વિજ્ઞાનનું સખત પણે પાલન કરવું જોઈએ અને જેને આપણે ક્યારેય છોડવું જોઈએ નહીં. મીડિયા સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત ડબ્લ્યુએચઓની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે આ અહેવાલમાં પ્રશ્નો ઉભા કરીને આપણી સમજણ નોંધપાત્ર રીતે વધે છે, જે આગળના અભ્યાસ દ્વારા ઉકેલી લેવામાં આવશે.

આ પણ વાંચો: Antilia Case: સચિન વાજેની તપાસમાં NIAને હાથ લાગી ડાયરી, 30 કરતા વધારે પબ અને બારનાં નામ હોવાનો ખુલાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">