GUJARAT : કોરોના મહામારીનો કસાતો સકંજો, ગામડાઓ અને નાના શહેરોમાં સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય

GUJARAT : રાજયમાં CORONA કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં દિનપ્રતિદિન CORONAના સર્વોચ્ચ કેસ નોંધાઈ રહ્યા છે. GUJARATમાં CORONAની બીજી લહેર ચાલી રહી છે

GUJARAT : કોરોના મહામારીનો કસાતો સકંજો, ગામડાઓ અને નાના શહેરોમાં સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય
વંથલીમાં LOCKDOWN
Follow Us:
| Updated on: Apr 06, 2021 | 5:20 PM

GUJARAT : રાજયમાં CORONA કાળો કેર વર્તાવી રહ્યો છે. રાજ્યભરમાં દિનપ્રતિદિન CORONAના સર્વોચ્ચ કેસ નોંધાઈ રહ્યા છે. GUJARATમાં CORONAની બીજી લહેર ચાલી રહી છે અને આ વખતે CORONA પહેલાં કરતાં વધારે ખતરનાક હોવાનું મનાઇ રહ્યો છે, તેમ છતાં રાજ્યમાં અનેક સ્થળો પર બેદરકારી જોવા મળી રહે છે. તો બીજી તરફ, રાજ્યના કેટલાક ભાગોમાં લોકો જાતે જ ગંભીર બની રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે, કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહી શકાય એ દિશામાં યથાયોગ્ય પગલાં ભરી રહ્યાં છે, જેમાં અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યૂ, આંશિક લોકડાઉન જેવા નિર્ણયો લઇ રહ્યા છે.

ANANDમાં છેલ્લા બે માસમાં ડેમોલ, રૂપિયાપુરા, પીપળાવ, સારસા, વિરસદ, મલાતજ, ચાંગા, પણસોરા અને લિંગડા ઉપરાંત બોદાલ અને કાસોર ગ્રામ પંચાયતે પણ હાલ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. KHEDA જિલ્લાના ત્રણ તાલુકાનાં ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેમાં વસો તાલુકાના પીજ, કપડવંજ તાલુકાના તેલનાર અને નડિયાદ તાલુકાના અલિન્દ્રા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં બપોર બાદ સ્વૈચ્છિક રીતે LOCKDOWN લાદવામાં આવ્યું છે. DAHOD જિલ્લાના બલૈયા ગામમાં તારીખ 1થી 5 લોકડાઉન કરાયું હતું, જે હવે ખોલી દેવાયું છે. ફતેપુરા તાલુકાના જ તાલુકા મથક ફતેપુરા,કરોડિયા પૂર્વ અને કાળિયા વલુનડામાં આજે 6 એપ્રિલથી 15 એપ્રિલ સુધી 10 દિવસનું LOCKDOWN જાહેર કરવામાં આવ્યું છે.

JAMNAGARમાં મોટીબાણુગરમાં 1 અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે JAMJODHPURના ગોપમાં થોડા સમય પહેલાં એક સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું હતું. જૂનાગઢ જિલ્લામાં ટીકર, ધંધૂસર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યું છે, જ્યારે સાંતલપુરમાં પણ લોકડાઉન જાહેર કરવા અંગે બેઠક મળવાની છે. SURENDRANAGAR જિલ્લામાં ધ્રાંગધ્રામાં વિવિધ એસોસિયેશન દ્વારા 12 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા બાદ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લીધો છે. BHUJના મુન્દ્રા તાલુકાના સાંઅઘોઘા ગામે 13 દિવસનું આંશિક LOCKDOWN ગ્રામપંચાયત દ્વારા લાદવામાં આવ્યું છે. KUTCHમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી સમાઘોઘા ગામે સરપંચ દ્વારા 6થી 18 એપ્રિલ સુધી બપોરના ત્રણ વાગ્યા સુધી બજારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દમણમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 3 કલાક વધારી દેવાયો છે. દમણમાં આજથી સાંજે 8થી સવારે 6 વાગ્યા સુધી દમણમાં કર્ફ્યુ લાગુ કરી દેવાયો છે. પહેલાં રાત્રે 10થી સવારે 5 સુધી કર્ફ્યુ હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">