GUJARAT : કોરોનાથી કેટલા મોત ? સરકાર કેમ છુપાવે છે મોતના આંકડા ? કોંગ્રેસના સરકારને સણસણતા સવાલો

GUJARAT : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં આખા રાજ્યમાં 2 લાખ જેટલા લોકોનાં મોત થયાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

GUJARAT : કોરોનાથી કેટલા મોત ? સરકાર કેમ છુપાવે છે મોતના આંકડા ? કોંગ્રેસના સરકારને સણસણતા સવાલો
પત્રકાર પરિષદ તસ્વીર
Follow Us:
| Updated on: May 10, 2021 | 2:49 PM

GUJARAT : રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યાનો દાવો થઇ રહ્યો છે, પરંતુ ગામડાંમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. ટેસ્ટિંગની સુવિધા તથા સારવારના અભાવે ગામડાંમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાનાં મોતના આંકડાઓ સાચા ન બતાવાતા હોવાના ઘણા આક્ષેપો થયા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં આખા રાજ્યમાં 2 લાખ જેટલા લોકોનાં મોત થયાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અને, સરકાર મોતના આંકડા છુપાવી ગોલમાલ કરતી હોવાનો આક્ષેપ થયો છે.

CORONAથી થયેલાં મોતના આંકડા સરકારે છુપાવ્યા અમિત ચાવડાએ પ્રેસ-કોન્ફરન્સમાં સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું છે, ગુજરાતમાં CORONAની ગંભીર પરિસ્થિતિ છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર ખૂટી પડ્યાં છે. જેના માટે ગુજરાત સરકારનો અણઘડ વહીવટ અને સંકલન જવાબદાર છે. દરેક ડિઝાસ્ટર એક્ટનાં બે પાસાં હોય છે, જેમાં શિક્ષાત્મક પાસું અને કલ્યાણ પાસું. નેશનલ ડિઝાસ્ટર એક્ટ મુજબ કુદરતી આપદા હોય અને લોકો મૃત થાય તો સહાય કરવામાં આવે છે.

મૃતકોના પરિવારને આપવી જોઇએ 4 લાખની સહાય : કોંગ્રેસ 

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

CORONA મહામારીમાં 13 મહિનામાં જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે તે તમામના પરિવારને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ સરકાર 4 લાખની સહાય જાહેર કરે એવી ચાવડાએ માગ કરી છે. સાચી હકીકત કંઈ અલગ છે. સરકાર નિષ્ઠુર બની મોતના આંકડા છુપાવી રહી છે. લોકોનાં મોત પર સરકાર રાજરમત રમી રહી છે. ગુજરાત કોંગ્રેસ CORONAથી થયેલાં મોતના પરિવારની માહિતી મેળવશે. ગૂગલ ફોર્મમાં માહિતી ભરી આપશે, એના આધારે કોંગ્રેસ સરકારમાં રજૂઆત કરશે.

‘રાજ્યમાં 2 લાખથી વધુના CORONAથી મોત’ તો બીજી તરફ દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી કહ્યું કે, ‘સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી કોરોનાં ફેલાયો છે ત્યારથી સરકારે 125 જેટલા મોતના આંકડા બતાવ્યા છે. 2020માં મોત અને 2021ના મોતના આંકડા અંગે તપાસ કરતા બિહામણા ચિત્રો સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે દર મહિને સુરેન્દ્રનગરના તાલુકાઓમાં સરેરાશ 200 લોકોના મૃત્યુ થયા છે. કોરોનામાં જ્યાં સામાન્ય ગણાતાં જિલ્લામાં 3500 લોકો 65 દિવસમાં મૃત્યુ પામ્યા હોય તો આખા રાજયમાં કોરોનાના મોતનો કેટલો મોટો આંકડો હોય તેવા સવાલો ઉઠાવ્યા છે.

કોરોનાના મોતના આંકડાનો લગાવો અંદાજ : કોંગ્રેસ

તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરો જ્યાં વધુ કોરોનાં ફેલાયો છે ત્યાં કેટલા મોત થયા હશે તેનો અંદાજ કરો. દસાડામાં ડેન્ટિસટ પર આરોગ્યકેન્દ્ર ચાલે છે. ત્યાં 8000થી વધુના જ મોત થયા છે જે આંકડા સરકાર છુપાવી રહી છે. આખા રાજયમાં 2 લાખ જેટલા લોકોના મોત થયાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">