Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 6 હજારથી વધુ નવા કેસ, 55 દર્દીઓના મૃત્યુ, કોરોના સામે સાવધાન રહો, સુરક્ષિત રહો

Gujarat Corona Update : રાજ્યમાં આજે 12 અપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 1907 અને સુરતમાં 1174 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 6 હજારથી વધુ નવા કેસ, 55 દર્દીઓના મૃત્યુ, કોરોના સામે સાવધાન રહો, સુરક્ષિત રહો
રચનાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 8:36 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 12 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે 4021 કેસ, 9 એપ્રિલે 4541 કેસ, 10 એપ્રિલે 5011, 11 એપ્રિલે 5469 કેસ આવ્યા બાદ આજે 12 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ, એક્ટીવ કેસ અને મૃત્યુ નોંધાયા છે.

6021 કેસ, 55 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 12 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 6021 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 55 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 20, સુરતમાં 19 (1 મૃત્યુ જિલ્લામાં) વડોદરામાં 7,રાજકોટમાં 5( 2 મૃત્યુ જિલ્લામાં), ભરૂચ-બોટાદ-સાબરકાંઠામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,855 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,53,516 થઇ છે.

અમદાવાદમાં 1907 અને સુરતમાં 1174 કેસ રાજ્યમાં આજે 12 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 1907, સુરતમાં 1174, રાજકોટમાં 503, સુરત જિલ્લામાં 295, વડોદરામાં 261, જામનગરમાં 184, ભાવનગરમાં 71, ગાંધીનગરમાં 51 અને જુનાગઢમાં 43 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક્ટીવ કેસ વધીને 30,680 થયા રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 11 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 25,129 એક્ટીવ કેસ હતા, જે આજે 12 એપ્રિલે વધીને 30,680 થયા છે.જેમાં 216 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 30,464 લોકોની સારવાર ચાલી રહી છે.

2854 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 12 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2854 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,17,981 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 89.95 ટકા થયો છે.

આજે 2,26,326 લોકોને કોરોનાની રસી અપાઈ રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 12 અપ્રિલના દિવસે કુલ 2,26,326 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 82,37,367 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 11,12,678 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે 12મો દિવસ હતો અને કેન્દ્ર સરકારના રસીકરણના ‘ટીકા ઉત્સવ’નો આજે બીજો દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 1,73,196 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 42,558 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 93,50,045 લોકોને કોરોનાની રસી અપાઈ છે. ( Gujarat Corona Update )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">