Gujarat Corona Update: સતત ત્રીજા દિવસે 500થી વધુ કેસ, 1નું મૃત્યુ
Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસો અને સાથે જ એક્ટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 7 માર્ચના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 575 કેસો સામે આવ્યા છે
Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસો અને સાથે જ એક્ટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 7 માર્ચના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 575 કેસો સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે. આજે 7 માર્ચે રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 127, સુરતમાં 125, વડોદરામાં 70 અને રાજકોટમાં 58 નવા કેસ સામે આવ્યા છે.
આજના દિવસે રાજ્યમાં 459 અને અત્યાર સુધીમાં 2,65,831 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. 7 માર્ચે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 115 વધીને 3,140 થયા છે, જે ગત દિવસે 6 માર્ચે 3,025 હતા.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં VVIP Tree, તેને સાચવવા પાછળ દર વર્ષે થાય છે 12થી 15 લાખનો ખર્ચ