Gujarat Corona : ભરુચમાં 500 કરતા વધારે મોત અને ચોપડે માત્ર 36 ! મોતનાં આંકડા ફાડી રહ્યા છે મોઢુ

Gujarat Corona : વડોદરાની હોસ્પીટલમાં છેલ્લા નવ દિવસથી ઓછામાં ઓછા 180 લોકોના મૃત્યુ થયા છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તંત્ર દ્વારા જે આંકડાઓ જારી કરવામાં આવે છે તેમાથી કહી શકાય કે રોજના સરેરાશ 25 મૃત્યુનો દાવો કરી શકાય છે. જો કે મૃત્યુદર આથી પણ વધુ હોઈ શકે છે.

Gujarat Corona : ભરુચમાં 500 કરતા વધારે મોત અને ચોપડે માત્ર 36 ! મોતનાં આંકડા ફાડી રહ્યા છે મોઢુ
સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે રાહ જોતાં મૃતકોના પરિવારજનોએ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 16, 2021 | 5:27 PM

Gujarat Corona : વડોદરાની હોસ્પીટલમાં છેલ્લા નવ દિવસથી ઓછામાં ઓછા 180 લોકોના મૃત્યુ થયા છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તંત્ર દ્વારા જે આંકડાઓ જારી કરવામાં આવે છે તેમાથી કહી શકાય કે રોજના સરેરાશ 25 મૃત્યુનો દાવો કરી શકાય છે. જો કે મૃત્યુદર આથી પણ વધુ હોઈ શકે છે.

સુરતના એક સ્મશાનમાં બુધવારની રાત્રે એક સાથે 5-5 લાશોને એક જ ચિતા પર અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા.જેથી કરીને સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી ન પડે. આ સ્થિતિ માત્ર મોટા શહેરોની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના સ્મશાન ઘાટની છે. સ્મશાન ઘાટ 24 કલાક સળગતું રહે છે, તેમ છતાં લાશોની હરોળ ઓછી થતી નથી. મોટાભાગના મોત કોરોના વાયરસને કારણે થયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સ્મશાનગૃહમાં મૃતદેહો પહોંચવાની સંખ્યામાં અને કોરોના વાયરસથી થયેલા મૃત્યુ પછીના સત્તાવાર આંકડાઓમાં તફાવત છે.

ચાર મહાનગરોની જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા રોજના 25 જેટલા મૃત્યો દર્શાવવામાં આવે છે પરંતુ હકીકતનો આંકડો આનથી પણ વધારે છે. 7થી 15 એપ્રિલ વચ્ચે 90 મૃત્યુ મધ્ય ગુજરાતનાં સૌથી મોટા હોસ્પિટલ, SSG હોસ્પિટલમાં છેલ્લા નવ દિવસમાં કોવિડ ICUના ઓછામાં ઓછા 180 લોકોના મૃત્યુ થયા છે. ભરૂચમાં 8 દિવસમાં 260 કોરોના દર્દીઓએ દમ તોડ્યો હતો અને અહી સરકારી આંકડાઓમાં માત્ર 36નો આંકડો દર્શાવ્યો હતો. વડોદરાની બીજી મોટી હોસ્પિટલ, જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રીના આંકડા જોઈએ તો એકલા 7 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન કોવિડ આઈસીયુમાં 90 લોકોનાં મોત થયાં છે, જ્યારે ચોથા દિવસે ઓછામાં ઓછા 15 લોકો દરરોજ મૃત્યુ પામે છે. અને પાંચમા માળે કોરોના ICUમાં રોજના ઓછામાં ઓછા 15 લોકોએ જીવ ગુમાવ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વડોદરાની આ બંને સરકારી હોસ્પિટલોમાં એક અઠવાડિયામાં જ 350 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ભરૂચના સ્મશાનગૃહના રજિસ્ટરને જોતા, કોરોનાથી એક અઠવાડિયામાં 260 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે જિલ્લામાં સત્તાવાર મૃત્યુ માત્ર 36 છે. નર્મદા નદીના કાંઠે અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકીએ કહ્યું, ‘છેલ્લા એક અઠવાડિયાથી, 22-25 કોરોના મૃત્યુના મૃતદેહોનું દૈનિક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. દરરોજ લગભગ 7,500 કિલો લાકડું સપ્લાય કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદના 10 સ્મશાનમાં 100 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

શરૂ કરાયા ત્રણ નવા સ્મશાન

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ ઓછામાં ઓછા 50 કોરોના દર્દીઓના મૃતદેહ તેમના પરિવારોને આપવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આ આંકડો સો થઈ ગયો છે. રાજકોટ જિલ્લામાં પણ 8મી એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન કોવિડની હોસ્પિટલોમાં 298 થી વધુ લોકોના મોત નોંધાયા છે, પરંતુ કાગળ પર માત્ર 57 મોત નોંધાયા છે.

ગુરુવારે રાજકોટમાં અન્ય 82 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સુરતના બે મોટા સ્મશાન ઘાટમાં દરરોજ 5 એપ્રિલથી 13 એપ્રિલ સુધીમાં 80 જેટલા અંતિમ સંસ્કાર થયા હતા. અહીં ત્રણ નવા સ્મશાનગૃહ પણ શરૂ કરાયા છે. નવા બનેલા પાલા સ્મશાનગૃહમાં દરરોજ ઓછામાં ઓછા 20 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે.

ગુરુવારે સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડામાં 25 લોકોના મોત નિપજ્યા છે. “તે સાચું છે કે સરકારી ડેટામાં કોરોના મૃત્યુ ઓછા દેખાઈ રહ્યા છે,” આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. સુરતમાં એક સમયે પાંચ મૃતદેહોને બાળી નાખવા માટે 18 ફુટ લાંબી અને આઠ ફુટ પોહળી ચિતા બનાવવામાં આવી છે. જેમાં મૃતદેહને ફૂટના અંતરે મૂકીને સળગાવવામાં આવી રહ્યા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">