Gujarat : 24 કલાકમાં રાજ્યમાં નવા 30 કેસ નોંધાયા, સતત નવમા દિવસે મૃત્યુઆંક શુન્ય

પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 30 કેસ નોંધાયા છે. જ્યારે સતત નવમા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખને પાર પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 11:35 PM

Gujarat : રાજ્યમાં દિવસે દિવસે મહામારી કાબૂમાં આવી રહી છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 30 કેસ નોંધાયા છે. જ્યારે સતત નવમા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. રાજ્યમાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખને પાર પહોંચી છે.તો સાજા થવાનો દર 98.74 ટકા પર સ્થિર થયો છે.

જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 285 થઇ છે. તો વેન્ટિલેટર પર હવે 5 દર્દીઓ છે. મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદમાં 4, સુરતમાં 8 નવા કેસ અને વડોદરામાં 3 કેસ નોંધાયા. તો રાજકોટમાં 2 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 23 જિલ્લાઓ એવા છે કે, જેમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં રસીકરણની કામગીરી ફરી એકવાર વેગ પકડ્યો છે. પાછલા 24 કલાકમાં માત્ર 3 લાખ 69 હજાર 164 લોકોનું રસીકરણ કરાયું. અમદાવાદ શહેરમાં 44,484 લોકોએ રસી મુકાવી. તો સુરત શહેરમાં 25 હજાર 183 લોકોએ રસી મુકાવી. જ્યારે વડોદરા શહેરમાં 14 હજાર 497 લોકોએ રસી મુકાવી. અને રાજકોટમાં 12 હજાર 635 લોકોને રસી અપાઇ.આમ રાજ્યમાં કુલ 3 કરોડ 21 લાખ 75 હજાર 416 લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">