સૂર્યાના ચાહકો માટે સારા સમાચાર, સુપરસ્ટાર્સ કોવિડ-19ને મ્હાત આપી પરત ફર્યા

સૂર્યાના ચાહકો માટે સારા સમાચાર, સુપરસ્ટાર્સ કોવિડ-19ને મ્હાત આપી પરત ફર્યા

સાઉથની ફિલ્મ્સના સુપરસ્ટાર સૂર્યા શિવકુમારના ચાહકો માટે ખુશખબરી આવી છે. ગયા અઠવાડિયે સૂર્યાએ તેના ચાહકો સાથે તેની કોરોનામાં ચેપ લાગવાની માહિતી શેર કરી હતી.

Hiren Buddhdev

| Edited By: Kunjan Shukal

Feb 12, 2021 | 7:56 PM

સાઉથની ફિલ્મ્સના સુપરસ્ટાર સૂર્યા શિવકુમારના ચાહકો માટે ખુશખબરી આવી છે. ગયા અઠવાડિયે સૂર્યાએ તેના ચાહકો સાથે તેની કોરોનામાં ચેપ લાગવાની માહિતી શેર કરી હતી. દરમિયાન, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે કોરોના વાઈરસથી સૂર્યા સાજો થઈ ગયા છે. સૂર્યાના ભાઈ અને પ્રખ્યાત અભિનેતા કાર્તિએ તેના સોશ્યલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. કાર્તિએ જણાવ્યું કે સૂર્યા હોસ્પિટલમાંથી ઘરે પરત આવ્યા છે અને થોડા દિવસ ઘરે જ રહેશે.

કાર્તિએ તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું – ‘અન્ના ઘરે પાછા આવ્યા છે અને તે બરાબર છે. તે થોડા દિવસો માટે ઘરે ક્વોરન્ટાઈન રહેશે. તમારી બધી પ્રાર્થનાઓ અને શુભકામનાઓ માટે આભાર પર્યાપ્ત નથી.”

સૂર્યાને કોરોનાથી ચેપ લાગ્યો હોવાના સમાચાર મળ્યા ત્યારથી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના કલાકારો અને અભિનેતાના ચાહકો તેમને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ કરતા હતા. હવે સુપરસ્ટાર ચાહકોની પ્રાર્થનાઓ કામ આવી ગઈ છે અને અભિનેતા હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. સૂર્યા તેમના ઘરે પરત ફર્યા બાદ તેના ચાહકોમાં ખુશીની લહેર છે.

આ પણ વાંચો: VALENTINE DAYના દિવસે 30 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે ભારતીયો, તમારી પ્રિય વ્યક્તિની શું છે પસંદ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati