Symbolic of Humanity : ઈલાજ પાછળ લોકો દેવાદાર થઇ રહયાં છે તેવા સમયે ડો. કૌશલ પટેલ Corona દર્દીઓ પાછળ ખિસ્સાનાં પૈસા ખર્ચી સારવાર કરે છે

કોરોનાકાળ(corona pandemic)માં સારવાર પાછળ લાખોના ખર્ચ થઈ રહ્યા છે તેવા સમયમાં ભરૂચના એક તબીબે સારવારના અભાવે કોઈ દર્દી મૃત્યુ ન પામે તે માટે પોતાની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી નિ:શુલ્ક સારવાર ( Free Corona Tretment)આપવાની શરૂઆત કરી છે.

Symbolic of Humanity : ઈલાજ પાછળ લોકો દેવાદાર થઇ રહયાં છે તેવા સમયે ડો. કૌશલ પટેલ  Corona દર્દીઓ પાછળ ખિસ્સાનાં પૈસા ખર્ચી  સારવાર કરે છે
ડો. કૌશલ પટેલ તેમની ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો નિઃશુલ્ક ઈલાજ કરી રહ્યા છે.
Follow Us:
| Updated on: May 22, 2021 | 2:03 PM

કોરોનાકાળ(corona pandemic)માં સારવાર પાછળ લાખોના ખર્ચ થઈ રહ્યા છે તેવા સમયમાં ભરૂચના એક તબીબે સારવારના અભાવે કોઈ દર્દી મૃત્યુ ન પામે તે માટે પોતાની હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી નિ:શુલ્ક સારવાર ( Free Corona Tretment)આપવાની શરૂઆત કરી છે. કોરોના દર્દીને ખાનગી હોસ્પિટલમાં સારવાર પાછળ એક દિવસનો ૨૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવે છે તેવામાં ભરૂચના ડો. કૌશલ પટેલ( Dr. Kaushal Patel) BiPap સહિતની સુવિધાઓ સાથે સારવાર એકપણ રૂપિયાનો ચાર્જ લીધા વગર કરી રહ્યા છે. આ સેવાકાર્ય માટે RSS ના કાર્યકરો હોસ્પિટલ સાથે જોડાયા છે જે સેવા અને સહાય બંને કરી રહ્યા છે.

એક તરફ કોરોના હોસ્પિટલોમાં બેફામ ચાર્જ, મોંઘા મેડિકલ રિપોર્ટસ અને દવાઓ સહીત દેવું કરાવે તેટલા મોટા ખર્ચના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ સામે તબીબી ક્ષેત્રમાં માનવીય અભિગમ દાખવનાર ડો. કૌશલ પટેલ ધ્યાન ખેંચી રહ્યા છે. આફતમાંથી અવસર ઉભી કરનાર લોકો સામે આ તબીબ મસમોટી આવક જતી કરવા સાથે દર્દીઓની સેવા પાછળ પોતાના ખિસ્સાની રકમ ખર્ચી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

28 બેડની હોસ્પિટલમાં દર્દીઓનો મફત ઈલાજ થાય છે ડો. કૌશલ પટેલે પોતાની વેદાંત હોસ્પિટલને કોવીડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે. આ હોસ્પિટલને ૨૮ બેડની પરવાનગી મળી છે. હોસ્પિટલમાં બેડ , ઓક્સિજન અને તબીબી સારવારનો એકપણ રૂપિયાનો ચાર્જ વસુલાતો નથી જયારે દવા અને રિપોર્ટ્સ હોસ્પિટલ પડતર કિંમતે ઉપલબ્ધ કરાવે છે.

હોસ્પિટલમાં BiPap સુધીની સુવવિધઓ ઉપલબ્ધ છે ૨૮ બેડની કોવીડ હોસ્પિટલમાં ૨૦ ઓક્સિજન બેડ, ૨ BiPap અને ૩ અન્ય બેડ ઉપલબ્ધ છે. દર્દીઓને ચિકિત્સાની જરૂર અનુસાર દાખલ કરવામાં આવે છે. દર્દીનું નામ, ધર્મ કે જતી પૂછ્યા વગર જરૂરિયાતના આધારે નિ:શુલ્ક સારવાર અપાઈ રહી છે.

તબીબની સેવાભાવના જોઈ દાતાઓએ કતાર લગાવી ક્ષેત્ર માટે કમાણીની અવસર તરીકે જોવાતા કોરોનના રોગચાળા દરમ્યાન પણ તબીન આવક નહિ પણ દર્દીઓની સેવા પાછળ ખિસ્સાના પૈસા ખર્ચી નાખતા હોસ્પિટલમા દવા, મશીનરી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવા દાતાઓએ કતાર લગાવી છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવારની મદદ માટે શ્રમદાન પણ મોટી સંખ્યામાં કરાઈ રહ્યું છે . RSS ના સ્વયંસેવકો પણ હોસ્પિટલમાં સેવા આપે છે.

ગરીબોને પ્રાથમિકતા અપાય છે ખાનગી હોસ્પિટલોમાં શ્રેષ્ઠ ગણી શકાય તેવી સુવિધા ભરૂચની વેદાંત હોસ્પિટલ આપી રહી છે જ્યાં દાખલ થવા ભલામણ , ધર્મ કે જાતિ નહિ આર્થિક નિર્બળતા અને સારવારની જરૂરના પેરામીટર ઉપર કામ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">