Covid Task Force : ત્રીજી લહેર સામે અગમચેતી, વેકિસન લેવી જરૂરી છે, રેમડેસિવિરથી કોઈનો જીવ બચ્યો નથી, વિવિધ તબીબોની સલાહ

Covid Task Force : રાજ્યમાં coronaની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસો ઘટવા લાગ્યા હોવાનો દાવો થઇ રહ્યો છે. પરંતુ સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાત સરકારે તૈયારીઓ આરંભી છે.

| Updated on: May 10, 2021 | 7:26 PM

Covid Task Force : રાજ્યમાં coronaની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસો ઘટવા લાગ્યા હોવાનો દાવો થઇ રહ્યો છે. પરંતુ સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાત સરકારે તૈયારીઓ આરંભી છે. જેને પગલે કોર કમિટી અને કોવિડ ટાસ્ક ફોર્સ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કોરોનાને જરાય હળવાશથી ન લેવા સલાહ આપી છે. અને સરકાર કોવિડને હરાવવા તમામ પ્રયાસો કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું છે.

 

વેક્સિન લીધી હશે તો જીવ બચશેઃ ડૉ.તેજસ પટેલ

કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલે કહ્યું કે, આ વખતે જે લોકો રિકવર થયેલા તેના હ્રદયમાં ક્લોટ(લોહીના ગઠ્ઠા) જોવા મળ્યા છે. જો કોઈ દર્દીને છાતીમાં કોમ્પ્લેક્સન જોવા મળે તો ટેસ્ટ કરાવવા જોઈએ. ત્રીજી વેવ આવી શકે છે પણ ક્યારે તે કહી શકાય નહીં. કોવિડ ક્યારેક તો જશે ખરો. સોશિયલ મીડિયામાં આવતી દરેક વાતને માનવી નહીં.જેણે વેક્સિન લીધી હશે તેઓનો જીવ બચી જશે. હું વિનંતિ કરૂં છું કે વેક્સિન એ જીવન જરૂરી છે એમ સમજીને લઈ લેવી જોઈએ. બ્લડ ક્લોટિંગ વધી રહ્યું હોવાથી કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધારે સામે આવી રહ્યા છે, જો સમયસર ખબર પડે તો બચવાના ચાન્સ વધી શકે છે.

રેમડેસિવિરથી કોઈનો જીવ બચ્યો નથીઃ ડો. અતુલ પટેલ

ડો.અતુલ પટેલે જણાવ્યું કે, બીજી લહેર 29 એપ્રિલથી સ્થિર થયા બાદ હવે રાજયમાં coronaના કેસો ઘટી રહ્યા છે. નવા કેસની સામે ડિસ્ચાર્જ કેસોની સંખ્યા વધુ છે. ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવા માટે બે ત્રણ દિવસમાં ડિટેઈલ પ્લાન બનાવવાની તેમણે વાત કરી છે.

ડો. અતુલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો માની રહ્યા છે કે, ત્રીજી લહેરની પણ શક્યતા છે. જેથી બીજી લહેરના અનુભવના આધારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લક્ષણો દેખાય છે એવા 80 ટકા દર્દીઓ પેનિક થાય છે તે ખૂબ ખોટું છે. આવા દર્દીઓ જો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે તો તેઓ સામાન્ય દવાથી પણ સજા થઇ રહ્યાં છે. 20 ટકા દર્દીઓને માત્ર ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે.

તેમણે વધુમાં આડ અસર કરતી દવાઓથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે રેમડેસિવિર દવાથી કોઇનો જીવ બચ્યો નથી. સાથે જ સ્ટીરોઈડનો ઉપયોગ ટાળવાની પણ તેમણે સલાહ આપી છે.

મ્યુકર માયકોસિસ થવા પાછળનું કારણ સ્ટીરોઈડ હોય શકેઃ ડો. અતુલ પટેલ
ડો. અતુલ પટેલે વધુમાં કહ્યું કે, મ્યુકર માયકોસિસ થવા પાછળનું કારણ સ્ટીરોઈડ હોય શકે. આ રોગ વાતાવરણમાં છે. સડેલા શાકભાજી અને કચરામાં મ્યુકર માયકોસિસ હોય શકે છે. જે નાક દ્વારા થાય છે. ડાયાબિટિસ હોય અને કોરોના થતા સ્ટીરોઈડ આપી હોય તો મ્યુકર માયકોસિસ થઈ શકે છે. જો એનું વહેલું નિદાન કરવામાં આવે તો દર્દીને બચાવી શકાય છે. જેનો મૃત્યુદર 38 ટકા છે.

7 દિવસ પછી સિટી સ્કેન કરાવવું: ડો.મહર્ષિ દેસાઈ
ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈએ જણાવ્યું કે, કોવિડ સમય અને દર્દી પ્રમાણે અલગ અલગ સારવાર હોય છે. તમારે પહેલા તકલીફ વિના સિટી સ્કેન કરાવવાની જરૂર નથી. 7 દિવસ પછી જરૂર પડે તો સિટી સ્કેન કે બ્લડ રિપોર્ટ કરાવવો. દર્દીઓએ જાતે સ્ટીરોઈડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

double માસ્કનો ઉપયોગ કરો : ડૉ. દિલીપ માવલંકર
​​​​​​​​​​​​​​ડૉ. દિલીપ માવલંકરે જણાવ્યું કે, ગામડાઓમાં દર્દી કોવિડ કેર સેન્ટરમાં રહેશે તો ઘરના અન્ય સભ્યોમાં કોરોના ફેલાશે નહીં, ગામડામાં કઈ રીતે કોરોના કન્ટ્રોલ કરવો તેના પર ધ્યાન રાખવાનું છે. લોકોની ભીડ ન થાય તે માટે ધ્યાન રાખવું જરૂરી છે. ડબલ માસ્ક પહેરીને બહાર જાવ. વેન્ટીલેશન પણ ખૂબ જ અગત્યનું છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">