Covid-19 : હલકા-સામાન્ય લક્ષણોવાળા કોરોના દર્દીઓમાં આટલા દિવસ રહે છે કોરોના વાયરસ

Covid-19 : કોરોનાએ દેશભરમાં ભરડો લીધો છે. કોરોનાની બીજી લહેરમાં યુવા વર્ગ વધુ સંક્રમિત થયો છે. આ વચ્ચે લોકો કોરોના સંક્રમિત થયા છે પરંતુ ઘર રહીને સાજા થઇ ગયા છે.

Covid-19 : હલકા-સામાન્ય લક્ષણોવાળા કોરોના દર્દીઓમાં આટલા દિવસ રહે છે કોરોના વાયરસ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 19, 2021 | 9:27 AM

Covid-19 : કોરોનાએ દેશભરમાં ભરડો લીધો છે. કોરોનાની બીજી લહેરમાં યુવા વર્ગ વધુ સંક્રમિત થયો છે. આ વચ્ચે લોકો કોરોના સંક્રમિત થયા છે પરંતુ ઘર રહીને સાજા થઇ ગયા છે. કોરોના સંક્ર્મણની ઝપેટે આવ્યા બાદ 14 દિવસ હોમઆઇસોલેશનમાં રહેનારા લોકોને નેગેટિવ રિપોર્ટ માટે બીજી વાર કોરોનાનો રિપોર્ટ કરાવવો જરૂરી છે.

વિશેષજ્ઞનું માનીએ તો 14 દિવસ હોમ ક્વોરેન્ટાઇન પૂરું થયા બાદ હલકા અને સામાન્ય લક્ષણવાળાને બીજી વાર રિપોર્ટ કરાવવાની જરૂરત નથી. છેલ્લા 2થી 3 દિવસથી તાવ ના હોય તો રિપોર્ટ કરાવવાની જરૂરત નથી.

તો ઘણા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે હલકા અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓમાં સાતથી આઠ દિવસ સુધી જ વાયરસ રહે છે. આ સમય દરમિયાન કોરોનાનું સંક્ર્મણ બીજામાં ફેલાતું નથી પરંતુ શરીરમાં મૃત વાયરસની હાજરી આરટી-પીસીઆર દ્વારા શોધી કાઢવામાં આવે છે, જેના કારણે રિપોર્ટ પોઝિટિવ આવે છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હળવા, સામાન્ય અને શરૂઆત લક્ષણોવાળા દર્દીઓને લક્ષણોના દસ દિવસ પછી રજા આપી શકાય છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી સતત તાવ ન હોય તો જ રજા આપી શકાય છે.

આ કિસ્સાઓમાં દર્દીને ડિસ્ચાર્જ પહેલાં આરટી-પીસીઆર તપાસની જરૂર નથી. આ દર્દીઓએ સાવચેતી રૂપે સાત દિવસ ખુદને આઇસોલેટ રાખીને ખુદનું રક્ષણ કરવું જોઈએ.

નિષ્ણાતો કહે છે કે જે દર્દી સંક્રમણને કારણે ગંભીર સ્થિતિમાં હોય ત્યારે જ તેને ડિસ્ચાર્જ આપવામાં આવશે જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ લાગશે. નકારાત્મક આરટી-પીસીઆર રિપોર્ટ પણ જરૂરી છે. ડિસ્ચાર્જ સમયે કોઈ લક્ષણો ન હોવા જોઈએ.

તો એક સંશોધનમાં સામે આવ્યું છે કે, હળવા અથવા સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને સ્વસ્થ થવા માટે ચૌદ દિવસનો સમય લાગે છે. ગંભીર સંક્ર્મણ ધરાવતા લોકોને સાજા થવામાં થોડો સમય લેશે. દરેક વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થવા માટે અલગ સમય લાગી શકે છે.

હોસ્પિટલ અથવા હોમ આઇસોલેશન બાદ વ્યક્તિએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું પાલન કરવું જોઈએ. શરીર વાયરસ મુક્ત થઈ ગયું છે પણ જે ઉણપ તેનાથી થાય છે તેને રિકવર થવામાં સમય લાગી શકે છે.

આ પણ વાંચો : Black Salt benefit : સંચળ અનેક બીમારીનો છે રામબાણ ઈલાજ, જાણો તેના અઢળક ફાયદા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">