Coronavirus : ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને કહ્યુ કોરોના મહામારીની ત્રીજી લહેર માટે બનાવો યોજના

Coronavirus : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને નવા ઓક્સીજન પ્લાંટ અને દવાઓનો સ્ટૉક કરી રાખવાની યોજના બનાવવા માટે કહ્યુ છે

  • Tv9 Webdesk22
  • Published On - 15:33 PM, 30 Apr 2021
Coronavirus : ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓને કહ્યુ કોરોના મહામારીની ત્રીજી લહેર માટે બનાવો યોજના
Maharashtra CM Uddhav Thackey

Coronavirus : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને નવા ઓક્સીજન પ્લાંટ અને દવાઓનો સ્ટૉક કરી રાખવાની યોજના બનાવવા માટે કહ્યુ છે.

એક અધિકારીક સૂત્રએ  કહ્યુ કે ત્રીજી લહેરને રોકવા માટે રસીકરણમાં તેજી લાવવી પડશે. આપણે 18થી44 વર્ષના લોકોને મફતમાં રસી આપવાનુ એલાન કર્યુ છે. પરંતુ તેના સપ્લાઇની યોજના બનાવવી પડશે. તેમણે કહ્યુ કે ઓક્સીજન પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અનુમતિ અપાઇ ચૂકી છે અને જિલ્લા પ્રશાસને એ સુનિશ્ચિત કરવુ પડશે કે ભવિષ્ય માટે ઓક્સીજન સ્ટોક રહે.

આ પહેલા રાજ્યના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં જુલાઇ-ઓગષ્ટમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી શકે છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના સંક્રમણના 66159 નવા કેસ રજિસ્ટર થયા અને 771 લોકોના મૃત્યુ થયા છે.

આપને જણાવી દઇએ કે કોરોનાની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યુ છે દર દિવસે સાડા ત્રણ લાખથી વધારે કેસ આવવા લાગ્યા છે. એક્સપર્ટનુ માનવુ છે કે આ સંકટ અત્યારે થોભશે નહી. 15 મેથી દેશમાં 8થી10 લાખ કેસ આવી  શકે છે.

મિશિગન યૂનિવર્સિટીમાં એપિડિમિયોલોજિસ્ટ અને બાયોસ્ટેટીશિયનના પ્રોફેસર ભ્રમર મુખર્જીનુ કહેવુ છે કે કોરોનાની બીજી લહેરનો પીક મે મહિનાના મધ્યમાં આવી શકે છે.