Oxygen Express: રેલવે હવે તેલગાંણા અને હરિયાણા માટે પણ ચલાવી રહ્યુ છે ઓક્સીજન એક્સપ્રેસ

Oxygen Express: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે આ વચ્ચે ઓક્સીજનની માંગને જોતા રેલવેએ ઓક્સીજન દેવદૂતનું કામ કર્યુ છે. કેટલાક ભાગમાં ઓક્સીજનનો સપ્લાઇ કરવા માટે રાજ્યોએ રેલવેને માંગ કરી છે. તેમણે રેલવેને ઓક્સીજન પહોંચાડવાનુ કામ કર્યુ છે. આ દરમિયાન સૌથી વધારે ફાયદો ઉત્તર પ્રદેશને થયો છે

  • Tv9 Webdesk22
  • Published On - 23:24 PM, 29 Apr 2021
Oxygen Express: રેલવે હવે તેલગાંણા અને હરિયાણા માટે પણ ચલાવી રહ્યુ છે ઓક્સીજન એક્સપ્રેસ
Oxygen Cylinder

Oxygen Express: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે આ વચ્ચે ઓક્સીજનની માંગને જોતા રેલવેએ ઓક્સીજન દેવદૂતનું કામ કર્યુ છે. કેટલાક ભાગમાં ઓક્સીજનનો સપ્લાઇ કરવા માટે રાજ્યોએ રેલવેને માંગ કરી છે. તેમણે રેલવેને ઓક્સીજન પહોંચાડવાનુ કામ કર્યુ છે.

આ દરમિયાન સૌથી વધારે ફાયદો ઉત્તર પ્રદેશને થયો છે. જ્યાં બોકારોથી સતત એક્સપ્રેસ દ્વારા ઓક્સીજન પહોંચી રહ્યો છે. જે રાજ્યોએ વધારે માંગ કરી છે તે હિસાબથી ઓક્સીજન એક્સપ્રેસ દ્વારા રાજ્યોને લિક્વિડ મેડિકલ ઓક્સીજન ડિલિવર કરવામાં આવી રહ્યો છે.

હરિયાણા અને તેલગાંણા માટે અલગ અલગ બે ઓક્સીજન એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે. રેલ મંત્રાલય પ્રમાણે આગામી 24 ક્લાકમાં ભારતીય રેલવે 640 મીટ્રિક ટન ઓક્સીજનનું ટ્રાન્સપોર્ટેશન કરી રહી છે. ઉત્તર પ્રદેશ માટે અત્યાર સુધી 5 ઓક્સીજન એક્સપ્રેસ ચલાવાઇ છે. જ્યારે છઠ્ઠી ઓક્સીજન એક્સપ્રેસ અત્યારે રસ્તામાં છે અને કાલ સુધી  પહોંચી જશે.

આ એક્સપ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશને 5 ઓક્સીજન ટેન્કરની ડિલીવરી કરવામાં આવી છે. જેમાં એક ટેન્કર વારાણસીમાં ખાલી કરવામાં આવ્યું જ્યારે બાકી વધેલા 4 ટેન્કર્સ લખનઉમાં ખાલી કરવામાં આવ્યા. યૂપી માટે છઠ્ઠી ઓક્સીજન એક્સપ્રેસ 30 એપ્રિલે બોકારોથી 4 ટેન્કર લોડ કરવા લખનઉ પહોંચશે.

જેમાં 33.18 મીટ્રિક ટન ઓક્સીજન કાલ સવાર સુધી પહોંચી રહ્યો છે. ત્યારે આજે એટલે કે ગુરુવારે જે ટ્રેન પહોંચી હતી તે ખાલી ટેન્કર લઇને બોકારો પાછી જઇ રહી છે.

હરિયાણા પણ પહેલી ઓક્સીજન એક્સપ્રેસ દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સીજન પ્રાપ્ત કરશે. બે ટેન્કર વાળી આ ટ્રેન ઓડિશાના અંગુલથી હરિયાણા માટે નિકળી રહી છે. જ્યારે બીજી ટ્રેન ફરીદાબાદથી ખાલી વેગન લઇને રાઉરકેલા માટે નિકળી ગઇ છે. જે ફરીથી ઓક્સીજન લઇને પાછી આવશે જેથી કરીને હરિયાણામાં ઓક્સીજનની અછતને દૂર કરી શકાય

તેલગાંણા સરકારે પણ ભારતીય રેલવેથી ઓક્સીજન એક્સપ્રેસ ચલાવવા માટે વિનંતી કરી હતી.  તે માટે 5 ખાલી કન્ટેનર્સ લઇને ઓક્સીજન એક્સપ્રેસ સિકંદરાબાદથી અંગુલથી નિકળી ચુકી છે જે કાલ સુધી પહોંચશે અને ફરી ત્યાંથી ઓક્સીજન લઇને પછી બીજા દિવસે તેલગાંણા પહોંચશે.

રેલવેએ એક વાર ફરી પોતાની પ્રતિબધ્દતાને રીપીટ કરતા કહ્યુ કે દેશના કોઇપણ રાજ્યમાં ઓક્સીજનની માંગ હશે તો રેલવે ડેસ્ટીનેશન સુધી પહોંચાડશે. અત્યારે કેન્દ્ર સરકારે દિલ્લી,મહારાષ્ટ્રા,મધ્યપ્રદેશ સરકારને ખાલી ટેન્કર્સ ઉપલબ્ધ કરાવ્યા છે. ત્યારબાદ જ રેલવેએ તેમને ઓક્સીજન પહોંચાડવા એક્સપ્રેસ ચલાવી છે. આપને જણાવી દઇએ કે આ પ્રકારની એક્સપ્રેસ ટ્રેન ચલાવવા અનેક સાવધાનીઓ રાખવી પડતી હોય છે.