Coronavirus: કોરોના સંબંધિત સમસ્યાઓના સમાધાન માટે આયુષ મંત્રાલયે જાહેર કર્યો નંબર, જાણો કયા નંબર પર મળશે સમસ્યાનું સમાધાન

Coronavirus : દેશમાં કોરોના (Corona) મહામારીનો પ્રકોપ યથાવત છે. આ વચ્ચે કોરોના સંબંધિત સમસ્યાના સમાધાન માટે હેલ્પલાઇન નંબરની શરુઆત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 14443 આ નંબરને આયુષ મંત્રાલય (Ministry of Ayush) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

Coronavirus: કોરોના સંબંધિત સમસ્યાઓના સમાધાન માટે આયુષ મંત્રાલયે જાહેર કર્યો નંબર, જાણો કયા નંબર પર મળશે સમસ્યાનું સમાધાન
સાંકેતિક તસ્વીર

Coronavirus : દેશમાં કોરોના (Corona) મહામારીનો પ્રકોપ યથાવત છે. આ વચ્ચે કોરોના સંબંધિત સમસ્યાના સમાધાન માટે હેલ્પલાઇન નંબરની શરુઆત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 14443 આ નંબરને આયુષ મંત્રાલય (Ministry of Ayush) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. હેલ્પલાઇન નંબર રોજ સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ પહેલા પણ કોરોના વાયરસ સંબંધિત કોઇપણ સરકારી સહાયતા માટે કેન્દ્ર અને રાજ્યોએ અનેક હેલ્પલાઇન નંબર રજૂ કર્યા હતા.  લોકોના મનમાં કોરોનાથી જોડાયેલા ભયને દૂર કરવા માટે અને મનોવિકારથી બચાવવા માટે રાષ્ટ્રીય પુસ્તક ન્યાસ (એનબીટી) એ કોરોના હેલ્પલાઇન શરુ કરી હતી. હેલ્પલાઇન એક અઠવાડિયા પહેલા શરુ કરવામાં આવી હતી. જેના પર લોકો પોતાના સવાલ પૂછી રહ્યા છે અને એક્સપર્ટ દ્વારા જવાબ આપવામાં આવી રહ્યા છે.

 

ગુરુવારે દેશમાં કોવિડ-19ના 2,76,110 નવા કેસ નોંધાયા છે અને દેશમાં 3,874 મૃત્યુ એક દિવસમાં નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે કહ્યુ હતુ કે છેલ્લા 15 દિવસમાં કોવિડ-19ના એક્ટિવ કેસ સતત ઓછા થઇ રહ્યા છે. 3 મેના રોજ જ્યાં 17.13 ટકા એક્ટિવ કેસ નોંધાયા હતા એ સંક્રમણ હવે 12.1 ટકા નોંધાયા છે.

મહારાષ્ટ્ર,રાજસ્થાન,ઉત્તર પ્રદેશ,હરિયાણા,ગુજરાત,છત્તીસગઢ,બિહાર,મધ્યપ્રદેશ,દિલ્લી,ઝારખંડ એવા 10 રાજ્યો છે જ્યાં છેલ્લા 3 અઠવાડિયામાં કેસ પણ ઓછા થયા છે સાથે સાથે પોઝિટિવિટી રેટ પણ ઓછો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યુ તમિલનાડુ,મેઘાલય,ત્રિપુરા,નાગાલેન્ડ,સિક્કિન,મિઝોરમ એવા રાજ્યો છે જ્યાં છેલ્લા 3 અઠવાડિયામાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati