Coronavirus in India: 20 ફેબ્રુઆરી બાદ કોરોનાના કેસમાં સૌથી મોટો ઉછાળો, એક દિવસમાં નોંધાયા 17,336 નવા કેસ

Covid-19 Cases in India: દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 17,336 નવા કેસ (India Coronavirus Data) નોંધાયા છે.

Coronavirus in India: 20 ફેબ્રુઆરી બાદ કોરોનાના કેસમાં સૌથી મોટો ઉછાળો, એક દિવસમાં નોંધાયા 17,336 નવા કેસ
20 ફેબ્રુઆરી પછી કોરોનાનો સૌથી મોટો ઉછાળોImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 3:12 PM

Coronavirus in India: દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 17,336 નવા કેસ નોંધાયા છે.દેશમાં આવેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સક્રિય કેસની સંખ્યા 88,284 થઈ ગઈ છે. સંક્રમણના વધી રહેલા કેસને લઈ કેન્દ્રીય સ્વાસ્થ પ્રધાન મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandaviya) ગુરુવારના રોજ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં તેમણે રાજ્યના કોવિડ 19 (Covid-19)નું પરીક્ષણ વધારવા અને રસીકરણની ઝડપ વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. માંડવિયાએ અધિકારીઓને સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા કોવિડ 19ના કેસ દર્દીઓની હોસ્પિટલમાં ભરતીની દેખરેખ કરવાનું પણ કહ્યું છે.

દિલ્હીમાં ગુરુવારના રોજ કોવિડ 19ના 1,934 નવા કેસ સામે આવ્યા છે અને સંક્રમણ દર 8.10 ટકા રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી કોઈનું મોત થયુ નથી. દિલ્હીમાં રોગચાળાના નવા કેસ ગઈકાલના આંકડા કરતા 108 ટકા વધુ છે. 4 ફેબ્રુઆરીના રોજ રાજધાનીમાં 3.85 ટકાના ચેપ દર સાથે 2,272 કેસ નોંધાયા હતા અને 20 લોકો મૃત્યુ પામ્યા હતા.

છત્તીસગઢમાં 144 નવા કેસ

છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 114 કેસ સામે આવ્યા છે આ સાથે રાજ્યમાં કોવિડ 19ની ઝપેટમાં આવનાર લોકોની કુલ સંખ્યા 11,53,470 થઈ ગઈ છે, રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 5 વ્યક્તિઓને સંક્રમણમાંથી મુક્ત થયા બાદ રજા આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

મહારાષ્ટ્રમાં 5 હજારથી વધુ કેસ મળ્યા

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 5,218 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે, રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી મૃત્યુઆંકની સંખ્યા 79,50,240 પર પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના ચેપના 2,479 નવા દર્દીઓ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના 416 કેસ નોંધાયા

ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે દિવસથી કોરોનાના(Corona) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં 23 જુનના રોજ કોરોનાના નવા 416 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 182 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1927 થવા પામી છે. જેમાં અમદાવાદમાં 182, સુરતમાં 56, વડોદરામાં 40, સુરત જિલ્લામાં 34, રાજકોટમાં 15, ભાવનગરમાં 13, વલસાડમાં 12, ગાંધીનગર 11, જામનગર 07, કચ્છ 07, ભરૂચમાં 05, મહેસાણામાં 03, નવસારીમાં 03, વડોદરામાં જિલ્લામાં 03, અમદાવાદ જિલ્લામાં 02, અમરેલીમાં 02, આણંદમાં 02, ભાવનગરમાં 02, મોરબીમાં 02, પાટણમાં 02, બનાસકાંઠામાં 01, દ્વારકામાં 01, મહીસાગરમાં 01, રાજકોટ જિલ્લામાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">