Coronavirus : આગામી દિવસોમાં વાયરસનું રુપ બદલાયુ તો બાળકો માટે વધી શકે છે મુશ્કેલી

Coronavirus : કોરોના મહામારીમાં બાળકોને પણ સંક્રમણનો ખતરો થઇ શકે છે. વર્તમાનમાં સૌથી વધારે બાળકો લક્ષણ ન હોય તેવા હોય છે. પરંતુ આગામી દિવસોમાં જો વાયરસનું રુપ બદલાય છે તો બાળકો માટે મુશ્કેલી વધી શકે છે

Coronavirus : આગામી દિવસોમાં વાયરસનું રુપ બદલાયુ તો બાળકો માટે વધી શકે છે મુશ્કેલી
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Jun 02, 2021 | 10:08 AM

Coronavirus : કોરોના મહામારીમાં બાળકોને (Children) પણ સંક્રમણનો ખતરો થઇ શકે છે. વર્તમાનમાં સૌથી વધારે બાળકો લક્ષણ ન હોય તેવા હોય છે. પરંતુ આગામી દિવસોમાં જો વાયરસનું રુપ બદલાય છે તો બાળકો માટે મુશ્કેલી વધી શકે છે. બેથીત્રણ ટકા બાળકોને હૉસ્પિટલમાં દાખલ પણ કરાવવા પડી શકે છે. આ માટે રાજ્યોને જલ્દી બાળકો માટે મેડિકલ વ્યવસ્થા વધારવા ગાઇડલાઇન્સ આપવામાં આવે.

આપને જણાવી દઇએ કે નવી સ્ટડી પ્રમાણે અને મહામારી સાથે સાથે વાયરસના નવા સ્વરુપના વ્યવહારનું અધ્યયન (Study) કર્યા બાદ પહેલી વાર સરકારે ગાઇડલાઇન્સ પર કામ કરવાનું શરુ કરી દીધું છે.

બાળકો માટે અલગથી ગાઇડલાઇન્સ 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નીતિ આયોગના (Niti Ayog) સભ્ય ડૉ. વીકે પૉલે (Dr. Vk Paul)  કહ્યુ કે બાળકો માટે અલગથી ગાઇડલાઇન્સ તૈયાર થઇ રહી છે. આવનારા એક કે બે દિવસમાં આ ગાઇડલાઇન્સ રાજ્યોને મોકલવામાં આવશે. હૉસ્પિટલમાં બાળકો માટે અલગથી વ્યવસ્થા વધારવા પર જોર વધારવામાં આવશે. ડૉ.વીકે પૉલે એ પણ કહ્યુ કે અત્યારે બાળકોમાં સંક્રમણનો ખતરો છે પરંતુ સંક્રમણ થયા બાદ ગંભીર કેસ બહુ ઓછા છે. વધારે બાળકો સંક્રમિત થયા બાદ ઘરે જ સાજા થઇ રહ્યા છે.

બાળકોમાં સંક્રમણને લઇ રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની આંતરાષ્ટ્રીય સ્ટડી,મહામારીની અસર અને નવા વેરિઅન્ટને લઇ જ્યારે વિચાર કર્યો ત્યારે નક્કી કર્યુ કે બાળકોને બચાવા માટે જિલ્લા સ્તર પર કામ કરવુ પડશે. સાવધાનીના ભાગરુપે હ઼ૉસ્પિટલમાં બાળરોગને લગતી સેવાઓને વધારવામા આવશે. જો કે મોટાઓની જેમ બાળકોને પણ સંક્રણથી બચાવી શકાય છે. બાળકોને સંક્રમણથી બચાવવા માટે માત-પિતા જાગૃત રહે.

તેમણે ઉમેર્યું કે હ઼ૉસ્પિટલમાં બેડની વ્યવસ્થા,આઈસીયુ, વેંટિલેટર સહિત અન્ય મેડિકલ સેવાઓ વધારવા માટે જોર આપવામાં આવશે. આ સિવાય બાળકોના રસીકરણને લઇને પણ અધ્યયન ચાલી રહ્યુ છે. જેના પરિણામ સામે આવ્યા બાદ બાળકોને વેક્સીન આપી શકાય છે.

બાળકોમાં જોવા મળી રહી છે MISC-Cની બિમારી 

ડૉ.વીકે પોલે જણાવ્યુ તે બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇંફ્લેમેટ્રી સિંડ્રોમ (MISC-C)ની બિમારી જોવા મળી રહી છે. આ બિમારી કોરોના સંક્રમણ બાદ થાય છે. આ સંપૂર્ણ રીતે પોસ્ટ કોવિડ અસર છે. આ સમયે બાળકોની તપાસ કરાવીશુ તો આરટીપીસીઆર નેગેટીવ હશે પરંતુ એન્ટીબોડીની તપાસમાં બાળકોના સંક્રમિત થયા બાદ સાજા થયાની જાણ થશે. આવા બાળકોમાં બે થી છ અઠવાડિયા બાદ અનેક રીતના લક્ષણો જોવા મળી રહ્યા છે. ઉપચાર ઉપલબ્ધ છે પરંતુ સમય પર જાણ થવી ખૂબ જ જરુરી છે. એટલે લોકોને વધારે સાવચેત રહેવાની જરુર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">