દેશમાં કોરોનાના નોંધાયા નવા 30,615 કેસ, છેલ્લા 24 કલાકમાં 11.7 ટકાનો વધારો, 514 દર્દીના થયા મોત

છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના 30,615 નવા કેસ નોંધાયા છે, જ્યારે 82,988 દર્દીઓ સાજા થયા છે અને 514 લોકોના કોરોનાને કારણે મૃત્યુ નિપજ્યા છે.

દેશમાં કોરોનાના નોંધાયા નવા 30,615 કેસ, છેલ્લા 24 કલાકમાં 11.7 ટકાનો વધારો, 514 દર્દીના થયા મોત
Corona virus (symbolic photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 10:17 AM

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Corona virus) કુલ 30 હજાર, 615 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 11.7 ટકા વધુ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીની (Corona’s case) કુલ સંખ્યા વધીને 4 કરોડ 27 લાખ 23 હજાર 558 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના (Covid-19) કારણે કુલ 514 દર્દીના મોત નિપજ્યા છે. દેશમાં કોવિડના કારણે અત્યાર સુધીમાં કુલ 5 લાખ 9 હજાર 872 લોકોના મૃત્યુ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના (Union Health Ministry ) આંકડા અનુસાર, દેશભરમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 3,70,240 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમિતોના 0.87 ટકા રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 52 હજાર 887 દર્દીઓ સાજા થયા છે, જે કોરોનાના નવા નોંધાતા દર્દીઓની સંખ્યા કરતા દોઢ ગણા વધારે છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 18 લાખ, 43 હજાર, 446 લોકોએ આ રોગચાળાને માત આપી છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના લગભગ 173 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 41 લાખ 54 હજાર 476 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 173 કરોડ 86 લાખ 81 હજાર 476 ડોઝ આપવામાં આવ્યા છે.

કુલ કેસો: 4,27,23,558 સક્રિય કેસો: 3,70,240 કુલ સાજા થયેલા દર્દી: 4,18,43,446, કુલ મૃત્યુ: 5,09,872 કુલ રસીકરણ: 73,86,81,675

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

કેરળમાં કોરોનાના વધુ કેસ

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણના રાજ્ય કેરળમાં હજુ પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અહીં કેસ 10,000 થી નીચે ગયા પછી, મંગળવારે 11,776 નવા કેસ નોંધાવાની સાથે દૈનિક કેસોમાં આંશિક વધારો નોંધાયો હતો. આ સાથે કેરળ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 64,28,148 થઈ ગઈ છે.

મંગળવારે કેરળ રાજ્યમાં કોવિડને કારણે 304 લોકોના મોત થયા હતા, કોરોનાની મહામારીથી કેરળમાં કુલ મૃત્યુઆંક વધીને 62,681 થઈ ગયો છે. સોમવારે કેરળની હોસ્પિટલમાંથી 32,027 દર્દીને રજા આપવામાં આવતા, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના મુક્ત દર્દીની કુલ સંખ્યા વધીને 62,40,864 થઈ ગઈ છે.

ગઈકાલે કોરોનાથી 347 દર્દીના થયા મોત

બીજી તરફ ગઈકાલ મંગળવારની વાત કરીએ તો ગઈકાલે કોરોનાના 27 હજાર, 409 નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગઈકાલ મંગળવાર સુધી દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 26 લાખ 65 હજાર 534 થઈ ગઈ છે. જ્યારે કોરોનાથી 347 લોકોના મૃત્યુ થયા છે. અગાઉ 31 ડિસેમ્બર, 2021ના રોજ દેશમાં કોવિડના 22,775 નવા કેસ નોંધાયા હતા અને 1 જાન્યુઆરી, 2022ના રોજ 27,553 નવા કેસ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ નોંધાયા,16 લોકોના મૃત્યુ

આ પણ વાંચોઃ

Corona Cases In India : દેશમાં છેલ્લા 24 કલાકમાં 27409 નવા કેસ, કોવિડના સક્રિય કેસની સંખ્યા એક ટકાથી ઓછી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">