CORONA : બીજી લહેર કેમ છે પ્રાણઘાતક ? ફેફસામાં થતું ઇન્ફેકશન દુર થતા લાગે છે 3 મહિનાનો સમય

CORONAના દર્દીની સારવાર બાદ દર્દીનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. પરંતુ આ રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ પણ ઘણાં દર્દીને ફેફસાંમાં થયેલાં ઈન્ફેકશનની ક્ષતિ દૂર થતાં 21 દિવસથી લઇને 3 મહિના જેટલો સમય લાગી શકે છે.

CORONA : બીજી લહેર કેમ છે પ્રાણઘાતક ?  ફેફસામાં થતું ઇન્ફેકશન દુર થતા લાગે છે 3 મહિનાનો સમય
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 1:43 PM

CORONAના દર્દીની સારવાર બાદ દર્દીનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. પરંતુ આ રિપોર્ટ નેગેટિવ આવી ગયા બાદ પણ ઘણાં દર્દીને ફેફસાંમાં થયેલાં ઈન્ફેકશનની ક્ષતિ દૂર થતાં 21 દિવસથી લઇને 3 મહિના જેટલો સમય લાગી શકે છે. જેથી આવા દર્દીઓને તાત્કાલિક ડિસ્ચાર્જ આપી શકાય નહીં તેવું એક સંશોધનમાં સામે આવ્યું છે. દર્દીને આઈસીયુમાંથી સીધો સાદા બેડ પર લઇ જઇ શકાતો નથી કે સીધું જ ડિસ્ચાર્જ આપી શકાતું નથી. CORONAના વધતા કેસને પગલે એમ્બુલન્સની લાઇન લાગવા બદલ AHMEDABAD સહિતના મહાનગરોની સરકારી હોસ્પિટલો પર દોષારોપણ થાય છે. પરંતુ હકીકતમાં HOSPITALની બહાર લાઇનો લાગવા અને સિવિલની કાર્યક્ષમતા વચ્ચે કોઇ સંબંધ નથી. ‌એમ્બુલન્સની લાઈન થતાં દર્દીને દાખલ કરવાની નિયત પ્રક્રિયાનો ભંગ ન કરી શકાય.

REPORT આવે તે પહેલા જ કોરોનાનું સંક્રમણ ફેફસામાં પહોંચી જાય છે

સંશોધનમાં ખુલ્યું છેકે કોઇ દર્દી કોરોનાનો રિપોર્ટ કરાવે છે. તેના 24 કલાકમાં જ ફેફસાંમાં કોરોનાનું ઇન્ફેકશન 50થી 70 ટકા સુધી પહોંચી જાય છે. હજુ તો કોઈ દર્દીએ એન્ટિજન, RTPCR કે સીટી સ્કેન કરાવ્યો હોય અને એનું પરિણામ આવે એના 24 કલાકમાં જ ફેફસાંમાં ઈન્ફેકશનનું મોટાપ્રમાણમાં ફેલાઇ જાય છે. આ-જ કારણ છેકે કોરોનાની સેકન્ડ વેવમાં મોત વધી રહ્યાં હોવાનું નિષ્ણાત તબીબોનું કહેવું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોઈ વ્યકિત રોજની 20 સિગારેટ સતત 20 વર્ષ સુધી પીવે ત્યારે ફેફસાં આટલાં ડેમેજ થઈ શકે છે. જે CORONA વાયરસને કારણે બેથી ત્રણ દિવસમાં થઈ જાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

CORONAની બીજી લહેરનો વધું પ્રાણઘાતક કેમ ?

CORONAના બીજા વેવમાં વાયરસનો સ્ટ્રેન બદલાતાં કેસ અને મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એનું કારણ એ છે કે CORONAની પ્રથમ વેવમાં વાયરસ શરીરમાં પ્રવેશે એના 5 કે 7 દિવસ પછી ફેફસાં સુધી પહોંચતો હતો. જયારે અત્યારની CORONA પેટર્નમાં વાયરસ શરીરમાં પ્રવેશે તેના બીજા કે ત્રીજા દિવસે જ સીધો ફેફસાં સુધી પહોંચી જાય છે. ફેફસાં સુધી પહોંચે એટલું જ નહીં, પરંતુ 50થી 70 ટકા ફેફસાંને ઈન્ફેકટ કરી દે છે. એટલે જ કોરોના બીજી લહેરમાં પ્રાણઘાતક સાબિત થયો છે.

ICUમાં જતાં દર્દીને 7 દિવસ રાખવા પડે HOSPITALની બહાર એમ્બુલન્સમાં આવતાં ઘણાં દર્દીની સંખ્યા વધારે હોય ત્યારે દર્દીની સારવારનો ક્રમ નિર્ધારિત કરવાની સાથે રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઇ ઓક્સિજનની જરૂર હોય તેવાં દર્દીને સાદા બેડ પર લઇ શકાતા નથી. ICUમાં જનારાને ઓછામાં ઓછાં 7 દિવસ રાખવા પડે છે. આમ, સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો. જયપ્રકાશ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

વાયરસનો સ્ટ્રેન બદલાતાં ફેફસાંમાં ચેપ વધુ હાલમાં મોટા ભાગના કેસમાં ઓકિસજનની જરૂર હોય છે. તેમનાં ફેફસાંમાં બેથી ત્રણ જ દિવસમાં 50થી 70 ટકા સંક્રમિત થાય છે. આ સ્થિતિ કોઈ સામાન્ય માણસ રોજની 20 સિગારેટ સતત 20 વર્ષ સુધી પીએ ત્યારે થતી હોય છે. જે કોરોનાના નવા સ્ટ્રેનમાં માત્ર ત્રણ દિવસમાં જોવા મળે છે તેવું નિષ્ણાંતો જણાવે છે.

નવા દાખલ થતા 90% દર્દી ઓક્સિજન પર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં 90 ટકા ઓકિસજન પર છે, જેમનાં ફેફસાંમાં 50થી 70 ઈન્ફેકશન જોવા મળે છે. પહેલા સ્ટ્રેનમાં આ પ્રમાણ 7-10 દિવસે જોવા મળતું, હવેના સ્ટ્રેનમાં 2-3 દિવસમાં જોવા મળે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">