Corona virus : ઉચ્ચસ્તરીય બેઠકમાં PM Modiએ મહત્વના નિર્દેશો આપ્યા, 6 થી 14 એપ્રિલ વિશેષ અભિયાન ચલાવવા કહ્યું

PM Modi એ રવિવારે દેશભરમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ સામાજિક જાગૃતિ વધારવા સાથે લોક ભાગીદારી અને જન આંદોલન ચાલુ રાખવ પર ભાર મૂક્યો હતો.

  • Tv9 webdesk42
  • Published On - 22:59 PM, 4 Apr 2021
Corona virus : ઉચ્ચસ્તરીય બેઠકમાં PM Modiએ મહત્વના નિર્દેશો આપ્યા, 6 થી 14 એપ્રિલ વિશેષ અભિયાન ચલાવવા કહ્યું
ફોટો : PTI

Corona virus : દેશભરમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને PM Modi એ રવિવારે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સતત વ્યવસ્થાપન સાથે સામાજિક જાગૃતિ વધારવા, લોક ભાગીદારી અને જન આંદોલન ચાલુ રાખવ પર ભાર મૂક્યો હતો. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે તેમણે ટેસ્ટીંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન, કોવિડ નિવારણની સાવચેતી અને રસીકરણની પાંચ-તબક્કાની વ્યૂહરચના અપનાવવા પર ભાર મૂક્યો.

6 થી 14 એપ્રિલ વિશેષ અભિયાન ચલાવવા સૂચન
ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં PM Modi એ 6 થી 14 એપ્રિલની વચ્ચે સ્વચ્છતા અને યોગ્ય કોવિડ વર્તન પર વિશેષ જાગૃતિ અભિયાન પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાનું જોખમ ઓછું કરવા માટે લોકોની ભાગીદારી પર ભાર મૂકતાં આ દિશામાં જનભાગીદારી પર ભાર મૂક્યો હતો. મોદીએ કહ્યું, “100% માસ્કનો ઉપયોગ, વ્યક્તિગત સ્વચ્છતા તથા જાહેર સ્થળો અને કાર્યસ્થળો પર સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓનો ઉપયોગ કરવા માટે 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વિશેષ અભિયાન શરૂ કરવું જોઈએ.”

આ ત્રણ રાજ્યોમાં કેન્દ્રની નિષ્ણાતોની ટીમ જશે
દેશમાં હાલ મહારાષ્ટ્ર,પંજાબ અને છત્તીસગઢમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કરોનાનો સાથી ખરાબ રીતે સામનો મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં નિષ્ણાતોની ટીમો મોકલવાનો નિર્દેશ પણ આપ્યો હતો.આ બેઠકમાં મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢની પરિસ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને જાહેર આરોગ્ય નિષ્ણાતો અને ડોકટરોની એક કેન્દ્રિય ટીમ આ રાજ્યોમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. દેશમાં કોવિડ-19 ના કુલ કેસોમાં 57% કેસો એકલા મહારાષ્ટ્રમાં છે અને રાજ્યમાં દૈનિક નવા કેસ 47,913 પર પહોંચી ગયા છે.

બેઠક બાદ PM MODI એ કર્યું ટ્વીટ
આ બેઠકમાં કેબિનેટ સચિવ, વડા પ્રધાનના મુખ્યસચિવ, કેન્દ્રીય આરોગ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક બાદ વડાપ્રધાને ટ્વિટ કરી માહિતી આપી કે દેશભરમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ અને તેની વિરુદ્ધ ચાલી રહેલ રસીકરણ અભિયાનની સમીક્ષા કરી હતી.