Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા

Corona Virus: આ કોરોના કાળમાં સૌથી વધારે જે વસ્તુ પર ભાર આપવામાં આવે છે તે છે આપણી રોગપ્રતિકારક શક્તિ. કેમકે આ જ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બિમારી સામે આપણાને બચાવે છે.

Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા
Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 4:08 PM

Corona Virus: આ કોરોના કાળમાં સૌથી વધારે જે વસ્તુ પર ભાર આપવામાં આવે છે તે છે આપણી રોગપ્રતિકારક શક્તિ. કેમકે આ જ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બિમારી સામે આપણાને બચાવે છે. અગર ઈમ્યુન(Immune) બરાબર હશે તો ફેફસા, કીડની અને લિવર સાથેનાં સંક્રમણથી પણ બચાવ શક્ય છે. હવે એવામાં સવાલ એ છે કે આપણાને ખબર કઈ રીતે પડશે કે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી છે?

વારે વારે બિમાર પડી જવું

અગર તમે બિમાર જ રહો છો અને વારે વારે બિમાર પડી જાવ છો, શરીરમાં કમજોરી રહે છે તો સમજી જજો કે તમારામાં રોગ પ્રતિકારક શક્તિ કમજોર છે. અમુક લોકોમાં એમ હોય છે કે સિઝન બદલાતા જ શરદી-ખાંસી અને તાવની સમસ્યા થતી હોય છે અને તે પણ તમારી નબળી ઈમ્યુનિટી તરફ ઈશારા કરે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હંમેશા થાક અને આળસ અનુભવાવવી

અગર તેમને શરીરમાં હંમેશા થાક અને આળસ અનુભવાય છે, શરીરમાં દુખાવો રહે છે તો એ દર્શાવે છે કે તમારી ઈમ્યૂનિટી નબળી છે. આ સિવાય સવારે ઉઠીને તાજગી ન અનુભવાવવી, એનર્જી લેવલ ઓછુ રહેવું એ પણ તમારી નબળી રોગપ્રતિકારક શક્તિ તરફ ઈશારો કરે છે.

ઘા ભરાવામાં સમય લાગવો

અગર તમારા શરીરમાં કોઈ જગ્યા પર વાગ્યું છે અને તે ભરાવામાં અન્ય લોકોની તુલનામાં વધારે સમય જાય છે તો સમજી લોકે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. જે લોકોની ઈમ્યૂન સિસ્ટમ મજબુત હોય છે તેમના ઘા પર તરત જ રૂઝ જલ્દી આવી જતી હોય છે કે જે શરીરમાંથી વધારે લોહી નિકળતા અટકાવે છે.

પેટ સંબંધી સમસ્યાઓ સર્જાવી

મોટા ભાગે જોવામાં આવ્યું છે કે જેમની ઈમ્યૂન નબળી હોય છે તેમનું પાચન તંત્ર પણ નબળું હોય છે. આવામાં તે લોકોને ઝાડા, ગેસ, સોજો આવી જવો, કબજીયાતની હંમેશા ફરિયાદ રહેતી હોય છે. આ સિવાય પણ ચિડિયાપણું અનુભવવું પણ નબળી ઈમ્યૂન સિસ્ટમ તરફ ચાડી ખાય છે.

નોંધ- આ એક તજજ્ઞ તબિબ પાસેથી મેળવવામાં આવેલી માહિતિ છે. વાચકોને વધારે વિગતો મળી રહે તે માટેનો પ્રયાસ છે. બાકી પોતાના તજજ્ઞ ડોક્ટરને પણ કન્સલ્ટ કરવા જરૂરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">