CORONA VACCINE : ઝાયડસ કેડિલા 7-8 દિવસમાં રસી મંજૂરી માટે અરજી કરી શકે છે, વિશ્વની પ્રથમ ડીએનએ રસી

CORONA VACCINE : રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને તેમાં 28,000થી વધુ સ્વયંસેવકો સામેલ થયા હતા. મંજૂરી મળ્યા પછી, દેશમાં આ ચોથી રસીનો ઉપયોગ કરવામાં આવશે.

CORONA VACCINE : ઝાયડસ કેડિલા 7-8 દિવસમાં રસી મંજૂરી માટે અરજી કરી શકે છે, વિશ્વની પ્રથમ ડીએનએ રસી
સાંકેતિક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 18, 2021 | 8:25 PM

CORONA VACCINE : રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને તેમાં 28,000થી વધુ સ્વયંસેવકો સામેલ થયા હતા. મંજૂરી મળ્યા પછી, દેશમાં આ ચોથી રસીનો ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે તે આગામી 7-8 દિવસમાં તેની રસી ઝાયકોવ-ડીના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપવા માટે અરજી કરશે. મંજૂરી મળ્યા બાદ ભારત બાયોટેકની ‘કોવેકસીન’ પછી આ બીજી સ્વદેશી રસી હશે. આ કોરોના વાયરસ સામે વિશ્વની પ્રથમ ડીએનએ રસી પણ હશે.

સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર, એક સરકારી સૂત્રએ જણાવ્યું હતું કે, “ઝાયડસ કેડિલાએ સરકારને કહ્યું છે કે તે આગામી 7-8 દિવસમાં ઝાયકોવ-ડી રસીની કટોકટી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી શકે છે.” ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માટેની અરજી ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીજીસીઆઈ)ને સુપરત કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઝાયકોવ-ડી એ ડીએનએ રસી છે, જે વાયરસના તે ભાગના આનુવંશિક કોડનો ઉપયોગ કરે છે. જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. રસી ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. અને તેમાં 28,000 થી વધુ સ્વયંસેવકો સામેલ થયા હતા. મંજૂરી મળ્યા પછી, દેશમાં આ ચોથી રસીનો ઉપયોગ કરવામાં આવશે.

નીતી આયોગના સભ્ય (આરોગ્ય) વી.કે. પોલે કહ્યું, “અમે આશા રાખીએ છીએ કે તેઓ ટૂંક સમયમાં અરજી કરશે. તેના મોટાભાગના અભ્યાસ પૂરા થયા છે. તેણે ફેઝ -3 ટ્રાયલમાં 28,000થી વધુ સ્વયંસેવકોને સામેલ કર્યા હતા. અમને આ રસીથી વધુ આશા છે. કારણ કે તે વિશ્વની પ્રથમ ડીએનએ રસી હશે. અમને તેના કામ પર ખૂબ ગર્વ છે. ”

ઝાયકોવ-ડી રસીના ત્રણ ડોઝ લેવામાં આવશે

આ રસી કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાયોફર્મા મિશનની મદદથી બનાવવામાં આવી રહી છે. આ રસીના ત્રણ ડોઝ આપવામાં આવશે. જેમાં પ્રથમ ડોઝ પછી 28 દિવસ અને 56 દિવસ પછી બીજો અને ત્રીજો ડોઝ લેવામાં આવશે. કંપનીએ કહ્યું કે, બે ડોઝ રસીકરણ અંગે પણ કામ ચાલી રહ્યું છે. આ રસી 2-8 સે તાપમાને સંગ્રહિત કરી શકાય છે અને થોડા સમય માટે 25 °સે પણ રાખી શકાય છે.

કેન્દ્ર સરકાર વારંવાર કહે છે કે ઓગસ્ટથી ડિસેમ્બર 2021 ના ​​પાંચ મહિનાના ગાળામાં દેશમાં 2 અબજથી વધુ ડોઝ ઉપલબ્ધ થશે, જે સમગ્ર વસ્તીને રસી આપવા માટે પૂરતા હશે. દેશમાં મુખ્યત્વે ભારત બાયોટેકની ‘કોવેકસીન’ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની ‘કોવિશિલ્ડ’ માત્ર બે રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રશિયાની સ્પુટનિક-વી રસીનો વ્યાપકપણે ઉપયોગ થવાનો બાકી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">