Corona vaccine : હવે બાળકો માટે પણ આવી ગઈ કોરોના વેક્સીન, ફાઈઝરે ગણાવી 100 ટકા સુરક્ષિત

Corona vaccine : ફાઇઝર-બાયોનોટેક, મોડર્ના ઇન્ક, એસ્ટ્રાઝેનેકા, જ્હોન્સન, અને સિનોવાકે પણ બાળકો પર કોરોના વેક્સીનનું પરીક્ષણ કરી દીધું છે.

Corona vaccine : હવે બાળકો માટે પણ આવી ગઈ કોરોના વેક્સીન, ફાઈઝરે ગણાવી 100 ટકા સુરક્ષિત
12 થી 15 વર્ષની વયના બાળકો પર 100% અસરકારક
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 6:42 PM

Corona vaccine : નાગરીકો માટે કોરોના વેક્સીન બાદ હવે જેની અત્યાર સુધી રાહ જોવાઈ રહી હતી, એ બાળકો માટેની કોરોના વેક્સીન પણ આવી ગઈ છે. અમેરિકામાં 16 વર્ષ અને તેથી વધુ ઉંમરના યુવાનોને ફાઇઝર વેક્સીન આપવામાં આવી રહી છે. આ વેક્સીન 12 થી 15 વર્ષના બાળકોને પણ અપાઈ છે.

12 થી 15 વર્ષની વયના બાળકો પર 100% અસરકારક ફાઈઝરે દાવો કર્યો છે કે ફાઇઝર-બાયોનોટેક(Pfizer-BioNTech)ની કોરોના વેક્સીન 12 થી 15 વર્ષની વયના બાળકો પર 100% અસરકારક છે. અમેરિકામાં 16 વર્ષ અને તેથી વધુ ઉંમરના યુવાનોને ફાઇઝર રસી આપવામાં આવી રહી છે. એક અધ્યયનમાં સામે આવ્યું છે કે અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન બાયોટેકનોલોજી કંપની બાયોનોટેક દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલી કોવિડ-19 વેક્સીન બ્રિટન અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા પ્રકારના કોરોના વાયરસ સામે પણ રક્ષણ આપી શકે છે.

મોડર્ના ઇન્કની વેક્સીનનું બાળકો પર પરીક્ષણ મોડર્ના ઇન્ક દ્વારા પણ ગયા અઠવાડિયે આવું જ એક પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં 6 મહિના સુધીનાં બાળકને પણ મોડર્નાની વેક્સીન (Moderna’s vaccine) આપવામાં આવી હતી. અમેરિકામાં હાલમાં 16 અને 17 વર્ષના બાળકોમાં ફક્ત ફાઇઝર-બાયોનોટેક રસીનો ઉપયોગ કરવામાં આવે છે. મોડર્નાનો ડોઝ 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યો છે. દરમિયાન 1 એપ્રિલથી ભારતમાં 45 વર્ષથી વધુ વયના લોકો માટે કોવિડ -19 વેક્સીનેશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

એસ્ટ્રાઝેનેકા, જ્હોન્સન, સિનોવાકે પણ બાળકો પર પરીક્ષણ કર્યું એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)એ ગયા મહિને બ્રિટનમાં 6-7 થી 17 વર્ષની વયના બાળકો વચ્ચે તેની વેક્સીનનું પરીક્ષણ શરૂ કર્યો હતું. જ્હોન્સન એન્ડ જ્હોન્સન (Johnson & Johnson)ની બાળરોગના અભ્યાસની પોતાની જ એક યોજના છે. તાજેતરમાં ચીનમાં સિનોવાક (Sinovac) જાહેરાત કરી કે તેણે 3 વર્ષથી નાના બાળકોમાં તેની વેક્સીન સુરક્ષિત હોવાનું બતાવતા ચીનના નિયમનકારોને પ્રાથમિક માહિતી રજૂ કરી છે.

ભારતમાં વેક્સીનેશન અભિયાન પુરજોશમાં શરૂ ભારતમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકો કોરોના વેક્સીન આપવામાં આવશે. કોરોના રસીકરણ મહાઅભિયાનના આ તબક્કા માટે કેન્દ્ર સરકારે બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને તેમને રસીકરણ કરાવવા માટે જરૂરી વિસ્તારોની ઓળખ આપવા જણાવ્યું હતું. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવા વિસ્તારોની ઓળખ આપવા પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં વેક્સીનેશન ઓછા પ્રમાણમાં થયું છે, ખાસ કરીને એવા જિલ્લાઓમાં જ્યાં કોરોના વાયરસના ચેપના કેસ વધી રહ્યા છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">