Corona vaccination : દેશમાં દરેક ઘર સુધી રસીકરણ અભિયાન પહોચશે, 45થી ઓછી વયના લોકોને પણ મળી શકે છે વેક્સીન

Corona vaccination : ઘણી ફાર્મા કંપનીઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને ડોરસ્ટેપ રસીકરણ (Doorstep vaccination) માટેની દરખાસ્તો મોકલી છે.

Corona vaccination : દેશમાં દરેક ઘર સુધી રસીકરણ અભિયાન પહોચશે, 45થી ઓછી વયના લોકોને પણ મળી શકે છે વેક્સીન
પ્રતિકાત્મક તસ્વીર (FILE PHOTO)
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 4:22 PM

Corona vaccination : દેશમાં કરોનાની બીજી લહેરમાં દરરોજ નવા કેસો વધતા જઈ રહ્યા છે. દેશમાં પહેલી વખત રેકોર્ડ સમાન 1.85 લાખથી પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં દરરોજ કોરોનાના 1.5 લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આવામાં હવે સરકાર Doorstep vaccination દ્વારા રસીકરણ અભિયાનને હતી આપવા ઈચ્છે છે.

ઘરે ઘરે પહોચશે રસીકરણ અભિયાન દેશમાં નવી રસ્પુટનિક-વી સીના પ્રવેશ પછી હવે લોકોને ઘરે ઘરે રસી આપવાની તૈયારીઓ થઇ રહી છે. રહ્યા છે. દેશની ઘણી કંપનીઓએ ડોર સ્ટેપ રસીકરણ (Doorstep vaccination)માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે. એવી અપેક્ષા છે કે આગામી કેટલાક દિવસોમાં આ અંગે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવશે. દેશમાં કોરોના સતત વધતા જતા કેસોમાં પણ રસીકરણની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સ્પુટનિક રસીની મંજુરી સાથે હવે રસીકરણ માટે ઘરે ઘરે સુધી જવાનો સરકારનો પ્લાન છે.

Doorstep vaccination, ઘરે-ઘરે વેક્સીન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી ત્રણ મહિનામાં દેશની મોટી વસ્તીને રસી આપવાની યોજના કરી રહી છે. આ માટે 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ રસીકરણની મંજૂરી આપવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે મંજૂરી મળતાંની સાથે જ લોકોને ઘરે ઘરે રસીકરણ મળે તેવી પણ અપેક્ષા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફાર્મા કંપનીઓએ મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ દેશમાં ઘરે-ઘરે વેક્સીન, Doorstep vaccination માટે ઘણી ફાર્મા કંપનીઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને દરખાસ્ત કરી છે, જેમાં આ કંપનીઓ લોકોના ઘરોમાં ખાનગી કંપનીની રસી અને સરકારી રસી આપવાની વાત કરી છે. જો કે આ માટે આ કંપનીઓએ કેન્દ્ર સરકારને એક વ્યક્તિ દીઠ રૂ.25 થી લઇને રૂ.37 રૂપિયા ચાર્જ લેવાની દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કોઈ પણ કંપનીને મંજૂરી મળી નથી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જો લોકોને ઘરે ઘરે રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે, તો પ્રારંભિક તબક્કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેના સરકારી નેટવર્કના ઉપયોગ દ્વારા જ આ કામ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">