Corona Vaccination : એપ્રિલ મહિનામાં દરરોજ થશે કોરોના રસીકરણ, જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન

Corona Vaccination : એપ્રિલ મહિનામાં રવિવાર અને જાહેર રજાઓમાં પણ રસીકરણ અભિયાન શરૂ રહેશે.

Corona Vaccination : એપ્રિલ મહિનામાં દરરોજ થશે કોરોના રસીકરણ, જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન
પ્રતીકાત્મક તસ્વીર સોર્સ : cowin.gov.in
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 4:29 PM

Corona Vaccination : રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, બીજી બાજું કોરોના રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે. કોરોના સામેની લડાઈમાં સરકાર એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ રહી છે, સરકારે વધુ એક નિર્ણય લેતા દેશના નાગરિકોને મોટી રાહત આપી છે.

એપ્રિલમાં દરરોજ થશે કોરોના રસીકરણ દેશમાં રસીકરણ અભિયાનને ગતિ આપતા કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રસીકરણ મહાઅભિયાન અંતર્ગત હવે ગેઝેટેડ રજાઓ એટલે કે સરકારી રજાઓ અને તમામ રવિવારના દિવસે પણ કોરોના રસીકરણ શરૂ રહેશે. આમ દેશમાં સમગ્ર એપ્રિલ મહિનામાં રવિવાર અને જાહેર રજાઓમાં પણ સરકારી તેમજ ખાનગી રસીકરણ કેન્દ્રો પર રસીકરણ અભિયાન શરૂ રહેશે. આ સાથે જ બપોરે 3 વાગ્યા પછી એવા લોકોને રસી અપાશે જેમનું રજીસ્ટ્રેશન અગાઉ થયેલું નથી. સરકારના આ નિર્ણયથી દેશમાં કોરોના રસીકરણનો આંકડો ઐતિહાસિક સપાટી પાર કરશે એ ચોક્કસપણે કહી શકાય.

આજથી 45 વર્ષ ઉપરના તમામનું રસીકરણ ભારતમાં 16 જાન્યુઆરી 2021 થી શરૂ થયેલું કોરોના રસીકરણ અભિયાન હવે ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. આજથી દેશમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે, જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે. કોરોના રસીકરણ હેઠળ આપવામાં આવતી રસી સરકારી હોસ્પિટલોમાં મફત અને ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં 250 રૂપિયામાં ઉપલબ્ધ છે. આજથી શરૂ થતા રસીકરણના ત્રીજા તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોએ રસીકરણ માટે હેલ્થ સર્ટીફીકેટ બતાવવું પડશે નહીં. પહેલાં આ વયના લોકોએ રસીકરણનો લાભ લેવા માટે અગાઉ થયેલા રહેલા રોગનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન રસીકરણ માટે http://cowin.gov.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને એડવાન્સ એપોઇન્ટમેન્ટ લઈ શકાય છે અને રસીકરણ માટે સ્થળ પર નોંધણી પણ કરાવી શકાય છે. વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવા માટે નીચે જણાવેલા સરળ સ્ટેપ્સ દ્વારા તેમ સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકો છો, જો તમે હજી સુધી કોરોના રસીકરણ માટે રજીસ્ટ્રેશન નથી કર્યું તો http://cowin.gov.in વેબસાઈટ પર જઈને નીચે જણાવેલા સ્ટેપ્સ અનુસરીને આજે જ તમારૂં રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.

1) લાભાર્થીઓ કોવીન વેબસાઈટ અને આરોગ્યસેતુ એપ્લીકેશન,બંને દ્વારા રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરી એપોઇન્ટમેન્ટ લઈ શકે છે.

2)કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, અને નેશનલ હેલ્થ અથોરીટીની વેબસાઈટ પર પણ રસીકરણ રજીસ્ટ્રેશન માટેની માર્ગદર્શિકા મુકવામાં આવેલી છે.

3)Co-WIN વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર ભરો અને Send OTP બટન પર જાઓ. તમારા ફોનમાં આવેલા OTPને વેબસાઈટમાં ભરી વેરીફાઈ બટન પર ક્લિક કરો. અહી ખાસ વાત યાદ રાખો કે તમારી સાથે રહેલા નંબરથી રજીસ્ટ્રેશન કરો.

4)Aarogya Setu એપ્લીકેશન પરથી રજીસ્ટ્રેશન કરવા માટે CoWIN બટન પર જાઓ અને વેક્સીનેશન બટન પર ક્લિક કરો અને ત્યારબાદ Proceed બટન પર ક્લિક કરો. રજીસ્ટ્રેશન ફોર્મમાં તમામ વિગતો ભરો અને સબમિટ કરો. રજીસ્ટ્રેશન થયા બાદ તરત જ તમારા ફોનમાં કન્ફર્મેશનનો મેસેજ આવશે.

5) કોરોના રસીકરણ માટે એક જ ફોન નંબર પરથી વધુમાં વધુ 4 લોકોનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

6) લાભાર્થી બીજા ડોઝ માટે Co-WIN વેબસાઈટ અને Aarogya Setu એપ્લીકેશન પર જઈને એપોઇન્ટમેન્ટ રીશેડ્યુઅલ કરી શકે છે.

7) રસીકરણ થયા બાદ લાભાર્થીને રસીકરણનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવે છે જે Co-WIN વેબસાઈટ અને Aarogya Setu એપ્લીકેશન પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">