Corona Vaccination: ભારતમાં 85 દિવસમાં કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ અપાયા, અમેરિકા અને ચીનને પણ પાછળ રાખ્યું

Corona Vaccination : ચીને 102 દિવસમાં અને અમેરિકાએ 89 દિવસમાં કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ આપ્યા.

Corona Vaccination: ભારતમાં 85 દિવસમાં કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ અપાયા, અમેરિકા અને ચીનને પણ પાછળ રાખ્યું
FILE PHOTO : PM MODI
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 11:44 PM

Corona Vaccination : દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનમાં ભારતે સમગ્ર વિશ્વમાં પ્રસંશા મેળવી છે. ભારતમાં Corona Vaccination માત્ર 85 દિવસમાં 10 કરોડ ડોઝ આપ્યા છે જેમાં ચીન અને અમેરિકાને પણ પાછળ રાખી દીધા છે.

85 દિવસમાં 10 કરોડ ડોઝ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીના 10 કરોડ ડોઝ આપ્યા છે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થઈ. જેમાં ભારતે 85 દિવસમાં લોકોને 10 કરોડ ડોઝ આપ્યા છે. ચીનની વાત કરીએ તો ચીને 102 દિવસમાં 10 કોર્ડ ડોઝ આપ્યા છે. અમેરિકા પણ આ દોડમાં ભારતથી પાછળ હોવાનું જણાય છે. અમેરિકામાં 89 દિવસમાં 100 મિલિયન રસી ડોઝ આપવામાં આવી છે. ભારતમાં પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમની શરૂઆત 16 જાન્યુઆરીએ થઈ હતી. આ પછી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ વયના લોકો અને 1 માર્ચથી ગંભીર રોગોથી પીડિત રોગીઓ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે દેશમાં કોવિડ -19 રસીના અત્યાર સુધીમાં 9.78 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. રાત્રે 8 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, કુલ 9,78,71,045 ડોઝ આપવામાં આવ્યા છે. લાભાર્થીઓમાં 89,87,818 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 54,78,562 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ફ્રન્ટલાઈન વર્કર્સમાં 98,65,504 જવાનોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 46,56,236 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

આ ઉપરાંત, 45 થી 59 વર્ષની વયના લોકોમાં 2,81,30,126 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને બીજા ડોઝમાં 5,79,276 આપવામાં આવ્યો છે. દેશમાં, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રથમ ડોઝ 3,85,92,532 પર અને બીજો ડોઝ 15,80,991 પર આપવામાં આવ્યો છે.મંત્રાલયે કહ્યું કે દેશવ્યાપી એન્ટી કોવિડ -19 રસીકરણના 84 મા દિવસે 8 વાગ્યા સુધી કુલ 32,16,949 ડોઝ આપવામાં આવ્યા હતા. કામચલાઉ અહેવાલ મુજબ, 28,24,066 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 3,92,883 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

દેશમાં કોરોનાના 1.45 લાખ નવા કેસ દેશમાં કોરોના વાયરસના 1,45,384 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,32,05,926 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, સારવાર હેઠળ લોકોની સંખ્યા એટલે કે એક્ટીવ કેસ આશરે સાડા છ મહિના પછી ફરી 10 લાખથી વધુ થઈ ગઈ છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના વાયરસને કારણે એક જ દિવસમાં 794 લોકોનાં મોત થયાં છે, જે ગયા વર્ષના 18 ઓક્ટોબર પછીનાં સૌથી વધુ દિવસ છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 1,68,436 થઈ ગઈ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">