Corona Update : હોળીના રંગમાં પડી શકે છે ભંગ, અનેક રાજ્યોએ બહાર પાડી હોળીની ગાઇડલાઇન્સ

Corona Update  :  કોરોનાની બીજી લહેરના કારણે  હોળીના રંગમાં ભંગ પડી શકે છે. આ વર્ષે હોળીનો તહેવાર સમૂહમાં મનાવવાથી બચવું પડશે. ગુજરાત ,દિલ્લી,મુંબઇ,ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યો અને શહેરોમાં પ્રશાસને હોળીની ગાઇડલાઇન્સ આપી છે. એવામાં તહેવાર મનાવવાની સાથે હોળીની ગાઇડલાઇન્સનું પણ ધ્યાન રાખવું પડશે જેથી કરીને હોળીના રંગમાં ભંગ ન પડે

Corona Update : હોળીના રંગમાં પડી શકે છે ભંગ, અનેક રાજ્યોએ બહાર પાડી હોળીની ગાઇડલાઇન્સ
Holi
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 24, 2021 | 9:26 AM

Corona Update  :  કોરોનાની બીજી લહેરના કારણે  હોળીના રંગમાં ભંગ પડી શકે છે. આ વર્ષે હોળીનો તહેવાર સમૂહમાં મનાવવાથી બચવું પડશે. ગુજરાત ,દિલ્લી,મુંબઇ,ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યો અને શહેરોમાં પ્રશાસને હોળીની ગાઇડલાઇન્સ આપી છે.

એવામાં તહેવાર મનાવવાની સાથે હોળીની ગાઇડલાઇન્સનું પણ ધ્યાન રાખવું પડશે જેથી કરીને હોળીના રંગમાં ભંગ ન પડે. દિલ્લી સરકારે મંગળવારે એક આદેશ આપ્યો છે કે જાહેર સ્શળ પણ હોળી સહિત બીજા આયોજન મનાવવા પર રોક રહેશે. દિલ્લીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને જાહેર જગ્યા પર ઉત્સવ મનાવવા માટે લોકોના ભેગા થવાથી કોરોનાના સંક્રમણનો ખતરો વધી જશે. એવામાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે જાહેર જગ્યાએ હોળી સહિત બીજા આયોજન કરવા પર પ્રતિબંધ રહેશે.

ડીડીએમએ જિલ્લા તંત્ર , પોલિસ અને સંબંધિત ઓથોરીટીને કડક નિર્દેશ આપતા કહ્યું કે કોરોનાના વધી રહેલા સંક્રમણને જોતા જાહેર જગ્યા પર ઉત્સવ મનાવવા માટે લોકોને ભેગા થવા દેવામાં નહી આવે. આ સાથે જ સ્ક્રીનીંગ , ટેસ્ટિંગ , આઇસોલેશન, અને સર્વેલંસ નિયમોનું કડક પાલન કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. એટલું જ નહી નવરાત્રિ અને શબ-એ-બારાત જેવા ઉત્સવો પણ જાહેરમાં નહી મનાવવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય બીએમસીએ પણ મુંબઇમાં જાહેરમાં હોળી નહી મનાવવા પર પ્રતિબંધનો આદેશ આપ્યો છે. બીએમસીએ મંગળવારે એક જાહેરાત કરી કે 28 અને 29 માર્ચે પ્રાઇવેટ તેમજ જાહેર જગ્યાએ હોળી મનાવવાની અનુમતિ નહી હોય. બીએમસી તરફથી જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે ઉલ્લંઘન કરનારા વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

 ગજરાતના સીએમ અને ડેપ્યુટી સીએમની સલાહ ભીડમાં હોળી રમવાથી બચો : ગુજરાત સરકારે હોળી મનાવવાની મંજૂરી આપી છે. પરંતુ કેટલીક શરતો લગાડવામાં આવી છે. આ વર્ષે સીમિત સંખ્યામાં હોળીકા દહનની મંજૂરી આપવામાં આવી છે. ધૂળેટીના દિવસે એક-બીજાને રંગ લગાવવા અને ભીડમાં હોળી રમવા પર પ્રતિબંધ રહેશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું કે ઓછી સંખ્યામાં લોકો હોળિકા દહન કરી શકશે. પરંતુ જાહેર જગ્યાઓ પર રંગથી હોળી રમવાની મંજૂરી નથી. મુખ્યમંત્રી સાથે કોર કમિટીના બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  ઉપ મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના સંક્રમણના કારણે લોકો હોળી ન રમે. હોળિકા દહનમાં પણ નિયમોનું પાલન કરવું જરુરી છે. નિયમોનો ભંગ કરનાર વિરુધ્ધ પોલીસ કાર્યવાહી કરશે

યુપીમાં પણ આપવામાં આવી છે ગાઇડલાઇન્સ :આ પહેલા યૂપી સરકાર પણ સોમવારે હોળીની ગાઇડલાઇન્સ જાહેર કરી ચૂકી છે. સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં થયેલી મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જાહેર જગ્યા પર હોળી રમવા પર પ્રતિબંધ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તહેવારો પર કોઇ પ્રતિબંધ નથી પરંતુ કોવિડ સંક્રમણને જોતા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સ્થાનીય પ્રશાસનની અનુમતિ વગર કોઇ સરઘસ , કાર્યક્રમ કે જાહેર સમારંભ આયોજિત કરવામાં નહી આવે.

MPમાં  પણ જાહેર કરાઇ ગાઇડલાઇન્સ :  સંક્રમણ ઓછુ ફેલાય તે માટે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ તહેવારની ગાઇડલાઇન્સ રજૂ કરવામાં આવી છે. તે અંતર્ગત ભીડમાં હોળી રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે રિવાવારે લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. હોલિકા દહન રવિવારે થવાના કારણે આમ પણ લોકડાઉન રહેશે.

ચંડીગઢમાં પણ હોળી પર અનેક પ્રતિબંધ : કેંદ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં હોળી પર જાહેર સમારંભનું આયોજન કરી નહી શકાય. તંત્રના પ્રમાણે ક્લબ , હોટલ, રેસ્ટોરેન્ટને હોળી માટે કોઇપણ પ્રકારના પ્રોગામ કરવાની મંજૂરી નહી મળે. ચંડીગઢ પણ એ શહેરોમાંથી છે જ્યાં કોરોનાના વધારે કેસ મળ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">