CORONA : દેશમાં બીજી લહેર પીક પર આવવાની તૈયારી, તો ત્રીજી લહેરની દહેશત

દેશમાં CORONA વાઈરસની second wave હવે પીક પર આવવાની તૈયારીમાં છે. ત્યારે સરકારને હવે third waveનો ડર પેદા થયો છે. દરેક લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે, જો બીજી લહેર આટલી જોખમી છે તો third waveની કેવી અસર હશે ?

  • Tv9 Webdesk18
  • Published On - 17:48 PM, 4 May 2021
CORONA : દેશમાં બીજી લહેર પીક પર આવવાની તૈયારી, તો ત્રીજી લહેરની દહેશત
ફાઇલ

દેશમાં CORONA વાઈરસની second wave હવે પીક પર આવવાની તૈયારીમાં છે. ત્યારે સરકારને હવે third waveનો ડર પેદા થયો છે. દરેક લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે, જો બીજી લહેર આટલી જોખમી છે તો third waveની કેવી અસર હશે ? third wave સામે હાલ લીધેલી Vaccine પણ પ્રભાવશાળી હશે કે નહીં તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણાં દેશોએ third waveને રોકવા માટે લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો લગાવ્યા છે. માનવામાં આવે છે કે, કોરોનાની ત્રીજી લહેર ત્યારે જ રોકાશે જ્યારે આપણે કોઈ એક જગ્યાએ રોકાઈ જઈએ. ભારતમાં આજે કોરોનાની second waveનો સખત ડર ફેલાયેલો છે. પરંતુ તેની સાથે સાથે હવે ત્રીજી લહેરની ચર્ચાએ જોર પકડયું છે. તો જાણીએ આ ત્રીજી લહેર છે શું ?

કાઉન્સિલ ઓફ સાઈન્ટીફિક ઈન્ડસ્ટ્રીયલ એન્ડ રિસર્ચ (CSIR)ના મહાનિર્દેશક ડોક્ટર શેખર માંડેએ પણ કહ્યું છે કે, INDIAમાં કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર મહિનાની આસપાસ આવી શકે છે. તેમણે કહ્યું છે કે, આ વિશે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોમાં ચિંતાનો માહોલ છે. દરેક દેશ ત્રીજી લહેરને રોકવાના પ્રયાસમાં જોડાયેલા છે. માંડેએ કહ્યું છે કે, ત્રીજી લહેરથી બચી શકાય છે, કારણકે આપણી પાસે વેક્સિન છે.

શું છે third wave ?
WHOના યુરોપ નિર્દેશક હેન્સ ક્લુઝે કહ્યું છે કે, થર્ડ વેવમાં વાઈરસનો નવો વેરિઅન્ટ B117નું મ્યુટેશન પહેલીવાર UKમાં જોવા મળ્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે, તે મૂળ વાઈરસની સરખામણીએ 50 ટકા ઝડપથી સંક્રમણ ફેલાવે છે અને વધુ ઘાતક છે. તેણે કહ્યું છે કે, વેરિઅન્ટનો પ્રસાર વધી રહ્યો છે અને જો લોકો સુરક્ષિત અને નિયંત્રિત રીતે નહીં રહે ત્યારે તે વધારે ઝડપથી ફેલાવાની શક્યતા છે.

બાળકો માટે વધારે જોખમી third wave
અમુક નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે, third wave નાની ઉંમરના બાળકો માટે ખૂબ જોખમી હોવાનું કહી રહ્યાં છે. CORONAની પહેલી લહેરમાં વૃદ્ધો લોકો વધારે સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ જોવા મળ્યું છે કે, ઉમરનો કોઈ બાધ રહ્યો નથી અને યુવા વર્ગ તેમાં વધારે સપડાયો છે. જ્યારે third wave માટે માનવામાં આવે છે કે તેમાં 12થી ઓછી ઉંમરના બાળકો વધારે સંક્રમિત થઈ શકે છે. third waveને ધ્યાનમાં રાખીને હવે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું માનવું છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ શક્ય હોય તેટલી ઝડપથી વેક્સિન ડેવલપ કરવી જોઈએ.

ભારતની હાલ શું સ્થિતિ છે ?
ભારતની વાત કરીએ તો અહીં સરકાર દ્વારા વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ સંજોગોમાં થર્ડવેવ વિશે લોકોના મનમાં ખૂબ ડર છે. તે ઉપરાંત દેશમાં અત્યારે રોજના 3.50 લાખ કરતાં પણ વધારે કેસ અને રોજના 3000થી વધારે મોત થતાં હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી પૂર્ણ લોકડાઉનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર સહિત સાત રાજ્યોએ તેમના પ્રમાણે લોકડાઉન લગાવી દીધુ છે.

કોરોનાની third wave સામે અન્ય દેશોની સ્થિતિ

જર્મનીએ ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્કૂલ, નોકરી-ધંધા બધુ ખોલવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ ત્રીજી લહેરની શરૂઆત થતાં જ લોકો સતર્ક થઈ ગયા હતા. અહીં થર્ડ વેવ પછી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.ફ્રાન્સમાં ત્રીજી વખત રાષ્ટ્રિય લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. સ્કૂલ-કોલેજોની સાથે સાથે નોકરી-ધંધા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

ઈટાલીમાં જાન્યુઆરીથી કેસની સંખ્યા વધી રહીછે. જાન્યુઆરીમાં 12000 કેસ નોંધાયા હતા જે એપ્રિલમાં વધીને 20,000 સુધી પહોંચી ગયા છે. નેધરલેન્ડની સરકાર દ્વારા પ્રતિબંધો ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તાજેતરમાં જ અહીં 21 એપ્રિલથી કર્ફ્યુ હટાવવાની વાત ચાલતી હતી. પરંતુ અચાનક ખરાબ થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં પ્રતિબંધો ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.