વિશ્વમાં વધતો કોરોનાનો કહેર, ફ્રાંસ બાદ બાંગ્લાદેશમાં લોકડાઉનની જાહેરાત

કોરોના વાયરસથી ભારતના ઘણા રાજ્યોમાં પણ આંશિક લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશે દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના કેસોમાં તેજીને પગલે બાંગ્લાદેશ સરકારે 5 એપ્રિલથી એક અઠવાડિયા માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી છે

વિશ્વમાં વધતો કોરોનાનો કહેર, ફ્રાંસ બાદ બાંગ્લાદેશમાં લોકડાઉનની જાહેરાત
ફ્રાંસ બાદ બાંગ્લાદેશમાં લોકડાઉનની જાહેરાત
Follow Us:
| Updated on: Apr 03, 2021 | 3:16 PM

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા Corona વાયરસે છેલ્લા એક વર્ષમાં વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. જેમાં છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જો કે થોડા સમય સ્થિતિ સામાન્ય બની હતી. પરંતુ હવે ફરી એક વાર કોરોનાએ સમગ્ર વિશ્વમાં માથું ઉચક્યું છે. જેમાં પગલે ફરી એક વાર અનેક દેશોએ લોકડાઉન અને આંશિક લોકડાઉન લગાવવાની ફરજ પડી રહી છે.

Corona વાયરસથી ભારતના ઘણા રાજ્યોમાં પણ આંશિક લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશે દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના કેસોમાં તેજીને પગલે બાંગ્લાદેશ સરકારે 5 એપ્રિલથી એક અઠવાડિયા માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. આ અગાઉ ફ્રાન્સ પણ દેશમાં ત્રીજી વખત લોકડાઉન કરવાની જાહેરાત કરી ચૂક્યું છે.

સમાચાર પત્રના જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં લોકડાઉન દરમિયાન અદાલતો અને ઓફિસો બંધ રાખવામાં આવશે. જયારે ઉદ્યોગ અને મિલને એકાંતરે ચાલુ રાખવામાં આવશે. ઉદ્યોગો- કારખાનાઓણે એટલે ખુલ્લા રાખવામાં આવશે જેથી કામ બંધ થતાં કામદારોને ઘરે પાછા ન જવું પડે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ફ્રાન્સમાં પણ લોકડાઉન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ દેશવ્યાપી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન શનિવાર એટલે કે આજથી અમલમાં આવશે. શુક્રવારે ફ્રાન્સમાં કોરોનાના 46,677 નવા કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયા કરતા 6.2 ટકા વધારે છે. આ સમયગાળા દરમિયાન ફ્રાન્સમાં કોરોનાથી પણ 332 લોકોનાં મોત થયા છે. ફ્રાન્સના કોરોનામાં અત્યાર સુધીમાં 96 ,280 લોકોએ જીવ ગુમાવ્યો છે. ફ્રાન્સમાં હવે આગામી ચાર અઠવાડિયા માટે લોકડાઉન કરશે.

મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે મહારાષ્ટ્રમાં Corona ની સ્થિતિ ગંભીર બની છે. જેના પગલે પુના જિલ્લામાં બાર, હોટલ અને રેસ્ટોરેન્ટને 7 દિવસ માટે બંધ છે. આ સાથે જ જિલ્લામાં સાંજના 6 થી સાંજના છ વાગ્યા દરમિયાન ૧૨ કલાકનો નાઇટ કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે.

ભારતના  11 રાજ્યોમાં Corona ની સ્થિતિ ખરાબ 

ભારતમાં  ફરી એકવાર ખતરનાક coronaવાયરસની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ લગભગ બેકાબૂ બની ગઈ છે. જેના પગલે રાજ્ય સરકારોને કડક પગલા ભરવાની ફરજ પડી છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને સંક્રમણની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ શુક્રવારે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો, ડીજીપી અને આરોગ્ય સચિવો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ભારત સરકાર કહ્યું છે કે દેશમાં 11 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો છે, જ્યાં તેઓ ગયા વર્ષે આવેલા કોરોના રેકોર્ડને પાર કરી ગયા છે અથવા તેની નજીક પહોંચ્યા છે. તેમને સરકાર દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેમણે સક્રિય બાબતો પર કન્ટેનમેન્ટ અને દૈનિક મોત અંગે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા જોઈએ.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">