Corona Research : હવે કોરોના રિપોર્ટ માત્ર 80 સેકન્ડમાં જ આવી જશે, ઈઝરાયલનાં વૈજ્ઞાનિકોએ વિકસાવી કોરોના ટેસ્ટ માટેની નવી ટેકનિક

Corona Research : ભારતમાં કોરોનાની બીજી લહેરમાં(Second Wave) કોરોના ટેસ્ટ માટે રીતસરની લોકોની લાંબી કતારો જોવા મળી હતી.  તેમાં પણ RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ માટે તો ત્રણ થી ચાર દિવસો સુધી રાહ(Wait) જોવી પડતી હતી.

Corona Research : હવે કોરોના રિપોર્ટ માત્ર 80 સેકન્ડમાં જ આવી જશે, ઈઝરાયલનાં વૈજ્ઞાનિકોએ વિકસાવી કોરોના ટેસ્ટ માટેની નવી ટેકનિક
હવે કોરોના રિપોર્ટ માત્ર 80 સેકન્ડમાં જ આવી જશે, ઈઝરાયલનાં વૈજ્ઞાનિકોએ વિકસાવી કોરોના ટેસ્ટ માટેની નવી ટેકનિક
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 06, 2021 | 1:28 PM

Corona Research : ભારતમાં કોરોનાની બીજી લહેરમાં(Second Wave) કોરોના ટેસ્ટ માટે રીતસરની લોકોની લાંબી કતારો જોવા મળી હતી.  તેમાં પણ RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ માટે તો ત્રણ થી ચાર દિવસો સુધી રાહ (Wait) જોવી પડતી હતી.

હવે દિવસો કે કલાકો નહિ પરંતુ માત્ર સેકન્ડોમાં જ રિપોર્ટ (Report) મળી જશે. કારણ કે,ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ કોરોના ટેસ્ટની નવી ટેકનિક(Technique) વિકસાવી છે. જેમાં ‘ઈલેક્ટ્રોનિક નોઝ’ (Electronic Nose) ની મદદથી નાકમાં રહેલ રસાયણને (Chemical) આધારે દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ તે માત્ર 80 સેકન્ડમાં જ જાણી શકાશે.

મહત્વપૂર્ણ છે કે, ‘ઈલેક્ટ્રોનિક નોઝ’માં ખાસ પ્રકારના સેન્સર (Sensor) હોય છે. જે નાકમાં રહેલા વાઈરસની (Virus)ઓળખ કરે છે. દર્દીએ આ ઈલેક્ટ્રિક નોઝને પોતાના નાક પાસે રાખી તેને સુંધવાનું રહેશે અને માત્ર 80 સેકન્ડમાં જ કોરોના રિપોર્ટ મળી જશે. ઈઝરાયલનાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ પદ્ધિતની એક્યુરસી 95% જેટલી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ રીતે કામ કરશે ‘ઈલેક્ટ્રિક નોઝ’

ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ(Israel  Scientist) કોરોના ટેસ્ટ માટે વિકસાવેલ ઈલેક્ટ્રિક નોઝ 3D પ્રિન્ટેડ ઈલેક્ટ્રિક નોઝ છે.  સામાન્ય રીતે વ્યક્તિએ આ ઈલેક્ટ્રિક નોઝને પોતાના નાક પાસે રાખી તેને સુંધવાનું રહેશે. જે નાકમાં રહેલા રસાયણના સુગંધની તપાસ કર્યા બાદ ઈલેક્ટ્રિક નોઝ જણાવે છે કે તે વ્યક્તિ પોઝિટિવ છે કે નહિ.

વૈજ્ઞાનિકોનું માનીએ તો દરેક બિમારીની એક ખાસ સુવાસ હોય છે. જે વ્યક્તિનાં શરીરના મેટાબોલિક પ્રોસેસને(Metabolic Process) બદલી નાખે છે. જેથી ઈલેક્ટ્રિક નોઝમાં આ પધ્ધતિનો ઉપયોગ થયેલો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ઈલેક્ટ્રિક નોઝને “પેન-3” નામ આપવામાં આવ્યું છે.

ચોક્કસ પરિણામ આપતું હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

ઈઝરાયલનાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ પદ્ધિતની એક્યુરસી(Accuracy) 95% જેટલી છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો ઈલેક્ટ્રિક નોઝ પેન-3ને એવી રીતે ડેવલપ કરાયું છે કે તે નાકમાં રહેલા વોલાટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની (Volatile organic compounds) ઓળખ કરી શકે. ઉપરાંત ઈલેક્ટ્રિક નોઝમાં ખાસ પ્રકારના સેન્સર હોય છે. જે નાકમાં રહેલા વાઈરસની ઓળખ કરે છે.

ભીડભાડ વાળી જગ્યા અથવા વધારે લોકોનાં એકસાથે કોરોના ટેસ્ટ કરવાનાં હોય તેવા સમયે ઈલેક્ટ્રિક નોઝ વધારે ઉપયોગી બનશે અને કોરોના સંક્રમણને આગળ વધતા અટકાવી શકાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">