Corona India Update: દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો, એક દિવસમાં નવા 1.20 લાખ કેસ અને 3370 લોકોના મોત

દેશમાં ધીમે ધીમે કોરોનાની બીજી લહેર હાંફી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 1 લાખ 20 હજાર નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 9 દિવસથી કોરોનાના કેસ 2 લાખથી ઓછા આવી રહ્યાં છે.

Corona India Update: દેશમાં કોરોના વાઈરસના કેસમાં ઘટાડો, એક દિવસમાં નવા 1.20 લાખ કેસ અને 3370 લોકોના મોત
File Photo
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 7:52 AM

દેશમાં ધીમે ધીમે કોરોનાની બીજી લહેર હાંફી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 1 લાખ 20 હજાર નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 9 દિવસથી કોરોનાના કેસ (Corona Case) 2 લાખથી ઓછા આવી રહ્યાં છે. કેસમાં 68 ટકાનો ઘટાડો થયો છે. 66 ટકા કેસ 5 રાજ્યોમાંથી આવી રહ્યાં છે. 33 ટકા કેસ 31 રાજ્યોથી આવી રહ્યાં છે.

100 થી વધુ એવરેજ દૈનિક નવા કેસના રિપોર્ટ કરનાર જિલ્લામાં સતત ઘટાડો થયો છે. 377 જિલ્લામાં આ દરમિયાન 5 ટકાથી ઓછા કેસ સામે આવી રહ્યાં છે. 257 જિલ્લા 100 થી વધુ દૈનિક મામલા રિપોર્ટ કરી રહ્યાં છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. વર્તમાનમાં 91.3 ટકા કોરોનાનો રિકવરી દર છે. અત્યાર સુધી 22.41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

જેમાં 60 ટકા વૃદ્ધોને કોરોનાની રસી લાગી ચુકી છે, તો 18 થી 45 ઉંમર વર્ગના 2.43 કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. વિશ્વના આંકડા અનુસાર ભારતમાં વેક્સિનના ઓછામાં ઓછા એક ડોઝ મેળવનારની સંખ્યા 17.2 કરોડ છે. વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવનાર લોકોની સંખ્યાના મામલામાં આપણે અમેરિકાથી આગળ નિકળી ગયા છે. તો બાળકો માટે કોવેક્સિન અને ઝાયડસ કેડિલાના રસીની ટ્રાયલ શરૂ છે. બાળકો માટે 25 કરોડ ડોઝની જરૂર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બીજી તરફ એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, અમેરિકી કંપની ફાઈઝરની વેક્સીન બાળકોને લગાવી શકાશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં અમેરિકાની ફાઈઝર અને મોડર્ના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. ફાઈઝર 5 કરોડથી વધુ ડોઝ ભારત મોકલશે. બ્રિટેનમાં તો બાળકોની વેક્સીનને મંજૂરી આપી છે. મેડિસિન એન્ડ હેલ્થકેયર પ્રોડક્શન રેગ્લુલેટરીના સીઈઓ જૂન રાઈને કહ્યું કે, ફાઈઝરની વેક્સીન સુરક્ષિત અને અસરદાર છે.

રાજ્યમાં પણ કોરોના કાબૂમાં આવી રહ્યો છે અને 80 દિવસ બાદ રાજ્યમાં પહેલીવાર 1 હજાર 120 નવા દર્દી નોંધાયા છે, જ્યારે બે મહિના બાદ રાજ્યમાં દૈનિક મૃત્યુઆંક 17થી નીચે ગયો છે અને પાછલા 24 કલાકમાં નવા 16 દર્દીના મૃત્યુ થયા છે. નવા મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 9 હજાર 906 પર પહોંચ્યો છે. જ્યારે 24 કલાકમાં 3 હજાર 398 દર્દી સાજા થવાની સાથે કુલ 7 લાખ 82 હજાર 374 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

રાજ્યમાં હવે 22 હજાર 110 એક્ટિવ કેસ જ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટીને 412 પર પહોંચી છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 96.07 ટકા પર પહોંચ્યો છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">