Corona : જો તમને ડાયાબિટીસ છે, તો કોરોનાના આ 5 લક્ષણોને નજર અંદાજ ન કરો

Corona : ડાયબિટીસના દર્દીઓ માટે કોરોના વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં તંદુરસ્ત લોકો ઝપેટમાં આવી રહ્યાં છે, પરંતુ હજી પણ કોરોનાની તીવ્રતા ડાયાબિટીસના દર્દીઓમાં થોડી વધારે છે.

Corona : જો તમને ડાયાબિટીસ છે, તો કોરોનાના આ 5 લક્ષણોને નજર અંદાજ ન કરો
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 24, 2021 | 3:33 PM

Corona : ડાયબિટીસના દર્દીઓ માટે કોરોના વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે. અને, ડાયબિટીસ કોરોના દર્દીઓની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં તંદુરસ્ત લોકો ઝપેટમાં આવી રહ્યાં છે, પરંતુ હજી પણ કોરોનાની તીવ્રતા ડાયાબિટીસના દર્દીઓમાં થોડી વધારે છે.

લોહીમાં ગ્લકોઝનું વધારે સ્તર ઇન્સ્યુલિનના ઉત્પાદનને અસર કરે છે. કે જે શરીરમાં નબળાઈ સાથે રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓમાં લોહીનો પ્રવાહ પણ બહુ સારો રહેતો નથી. જેને પુન: રિકવરી પ્રાપ્ત કરવામાં થોડો સમય લાગે છે.

જો ડાયાબિટીસના દર્દીને કોરોના થાય, તો તેને વાયરલ લોડ સામે લડવું વધુ મુશ્કેલ બને છે. એટલું જ નહીં, બીજી ઘણી બીમારીઓ થવાનું જોખમ પણ વધે છે. કોરોના થયા પછી, ડાયાબિટીઝના દર્દીઓમાં હૃદય, શ્વસન સમસ્યાઓ અને ફેફસાના રોગની સંભાવના પણ વધી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ડાયાબિટીસના દર્દીઓ કોરોનાનાં અન્ય કેટલાક લક્ષણો પણ અનુભવી શકે છે. જો સમયસર કાળજી લેવામાં ન આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. ચાલો જાણીએ આ લક્ષણો વિશે કે જેની અવગણના કરવી ડાયબિટીસના દર્દીઓ માટે ભારે પડી શકે છે.

ત્વચા પર ફોલ્લીઓ અને નખ પર અસર-બીજી લહેરમાં, ઘણા લોકોમાં પહેલાં ત્વચા પર ફોલ્લીઓ, સોજો અથવા એલર્જી જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા છે. હાથ અને પગની આંગળીઓ પર અસર અને ત્વચા પર લાલ ફોલ્લીઓ, જેવા લક્ષણો જોવા મળે છે કે જેમનું બ્લડ સુગરનું સ્તર ખૂબ વધારે છે.

ડાયાબિટીઝના દર્દીઓમાં શરીરમાં ઘા ઝડપથી મટતા નથી. હાઈ બ્લડ સુગરને કારણે ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે. આ સિવાય ત્વચા પર સોજો, લાલ પેચો, પિમ્પલ્સ થવાની સંભાવના વધારે છે. આ દરેક બાબતો કોરોના વખતે પણ થઈ શકે છે. તેથી, ડાયાબિટીસ અને કોરોના દર્દીઓએ તેમની ત્વચાની વિશેષ કાળજી લેવી જોઈએ. અને આ પ્રારંભિક લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ.

કોવિડ ન્યુમોનિયા- કોરોના દર્દીઓમાં ન્યુમોનિયા જોખમી બની શકે છે, ખાસ કરીને જેમને પહેલાથી ડાયાબિટીઝ છે. બ્લડ સુગરમાં વધારો થવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે જેના કારણે કોરોના વધુ તીવ્ર બને છે. ડોકટરોના જણાવ્યા અનુસાર હાઈ બ્લડ શુગરમાં વાયરસ શરીરમાં સરળતાથી ફેલાય છે અને અન્ય અવયવોને બગાડવાનું શરૂ કરે છે.

ઓક્સિજનનો અભાવ – બીજી લહેરમાં, ઓક્સિજનની ઉણપ કોરોના દર્દીઓમાં સૌથી વધુ જોવા મળે છે. ડાયાબિટીઝના દર્દીઓની પ્રતિરક્ષા નબળી છે, તેથી તે લોકોમાં ઓક્સિજનનો અભાવ થવાનું જોખમ વધુ વધે છે. ડાયાબિટીસના દર્દીઓ શ્વાસ લેવામાં મુશ્કેલીઓ અને છાતીમાં દુખાવો વધારે હોય છે. આ સિવાય ડાયાબિટીસના દર્દીઓમાં પણ હાઈપોક્સિયાનું સૌથી વધુ જોખમ રહેલું છે. હાયપોક્સિયામાં, કોઈપણ લક્ષણો વગર ઓક્સિજનનું સ્તર ઘટવાનું શરૂ કરે છે.

બ્લેક ફંગસ – કોવીડ -19 માં બ્લેક ફંગસનું જોખમ અચાનક વધી ગયું છે. આને કારણે દર્દીઓમાં માથાનો દુખાવો, નબળી આંખો અને સોજો જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કેસોમાં, દર્દીઓએ જીવન પણ ગુમાવ્યું છે. આ ખાસ કરીને તે દર્દીઓ માટે થઈ રહ્યું છે કે જેઓ કોરોનાથી સાજા થયા છે, જેમને હાઈ બ્લડ શુગર છે અથવા જેમણે સ્ટેરોઇડ્સનો વધુ ડોઝ અપાયો છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">