CORONA: કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો પ્રથમ કેસ, દર્દીને કોઈ લક્ષણો નથી, જાણો કેમ ડેલ્ટા પ્લસ જોખમી છે

CORONA: કર્ણાટકના મૈસુરુમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો પ્રથમ દર્દી મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. આ વાયરસના દેશમાં કુલ 40 કેસ નોંધાયા છે.

CORONA: કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો પ્રથમ કેસ, દર્દીને કોઈ લક્ષણો નથી, જાણો કેમ ડેલ્ટા પ્લસ જોખમી છે
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું જોખમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 3:31 PM

CORONA: કર્ણાટકના મૈસુરુમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો પ્રથમ દર્દી મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. આ વાયરસના દેશમાં કુલ 40 કેસ નોંધાયા છે.

કોવિડ -19 ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો પહેલો કેસ કર્ણાટકમાં નોંધાયો છે. આરોગ્ય પ્રધાન કે.સુધાકરે કહ્યું કે ચેપગ્રસ્ત વ્યક્તિમાં કોઈ લક્ષણો હોતા નથી. અને, તેના સંપર્કમાં કોરોના વાયરસનો દર્દી આવ્યો નથી. આ કેસ રાજ્યના મૈસુરુમાં સામે આવ્યો છે. દર્દીને અલગ રાખવામાં આવ્યો છે. જોકે, દર્દી એસિમ્પ્ટોમેટિક છે.

આરોગ્યમંત્રીએ માહિતી આપી હતી કે રાજ્ય સરકાર નવા વેરિઅન્ટની કાળજીપૂર્વક દેખરેખ કરી રહી છે. અને રાજ્યમાં છ જીનોમ પ્રયોગશાળાઓ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટકમાં દરરોજ લગભગ 1.5 લાખથી બે લાખ લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. ડેલ્ટા પ્લસ સિક્વન્સીંગની જે તે વિસ્તારમાં શંકા છે તેવા તમામ જિલ્લાઓમાં સરકાર રસી મોકલી રહી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રાજ્ય સરકાર ત્રીજી લહેર સામે તૈયારી કરી રહી છે રાજ્ય સરકાર કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર સામે સજ્જ થવા માટે સતત તૈયારી કરી રહી છે. એવું માનવામાં આવે છે કે ત્રીજી લહેર બાળકો માટે જોખમી હશે. સુધાકરે કહ્યું કે, આઈસીયુ સાથે પીડિયાટ્રિક વોર્ડ સ્થાપવાની તૈયારી ચાલી રહી છે. અને 45 દિવસની અંદર તમામ જિલ્લામાં ડોકટરો અને નર્સોની નિમણૂંક કરવામાં આવે છે.

દેશમાં ડેલ્ટા પ્લસના 40 કેસ નોંધાયા છે દેશમાં જીવલેણ કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 40 કેસ નોંધાયા છે. તેના કેસ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, તમિળનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કર્ણાટકમાં અત્યાર સુધી નોંધાયા છે.

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કેટલો ખતરનાક છે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સૌથી ખતરનાક વેરિઅન્ટ માનવામાં આવે છે. અમેરિકામાં કોરોના વાયરસના આવતા 20 ટકા કરતા વધારે કેસોમાં ડેલ્ટાના પ્રકારો હોવાનું સામે આવ્યું છે. બ્રિટનમાં પણ આ પ્રકારનું વેરિઅન્ટ હાવી થયો છે. આશંકા છેકે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો ફેલાવો સૌથી વધારે થઇ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">