રાજ્યમાં કોરોના વિસ્ફોટ નવા 675 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 3,500ને પાર

Gujarat Corona Update: રાજ્યમાં Corona કેસનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 6 દિવસ દરમિયાન 500ની રેન્જમાં આવતા નવા કેસોમાં સીધો 175 કેસોનો વધારો થયો છે.

Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Mar 10, 2021 | 9:08 PM

Gujarat Corona Update: રાજ્યમાં Corona કેસનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 6 દિવસ દરમિયાન 500ની રેન્જમાં આવતા નવા કેસોમાં સીધો 175 કેસોનો વધારો થયો છે. રાજ્યમાં 10 માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 675 કેસો નોંધાયા છે, જ્યારે આ 24 કલાક દરમિયાન  કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં આજે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 161 કેસ, અમદાવાદમાં 141, વડોદરામાં 96  અને રાજકોટમાં 65  નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વિસ્ફોટ થયો છે. 9 માર્ચે રાજ્યમાં કોરોનાના 3,338 એક્ટિવ કેસ હતા, જે 10 માર્ચે વધીને 3,529 થયા છે.

 

 

 

આ પણ વાંચો: Arvalli: ધનસુરાના 5 કુહાડા સ્કૂલના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તંત્રમાં દોડધામ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati