કોરોના સાવધાની : અમદાવાદ શહેરમાં કોરોના સુપર સ્પ્રેડર શોધવા ટેસ્ટિંગની શરૂઆત

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં શનિવારે કોરોનાના 405 જેટલા કેસ નોંધાયા હતા. જે અમદાવાદ શહેરના અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઇ કેસ છે. જેમાં દેશમાં કોરોનાના કેસ પર નિયંત્રણ લાવવા માટે કોર્પોરેશનને સુપર સ્પ્રેડરને શોધવા માટે  ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે.

કોરોના સાવધાની : અમદાવાદ શહેરમાં કોરોના સુપર સ્પ્રેડર શોધવા ટેસ્ટિંગની શરૂઆત
Ahmedabad Corona Test File Image

અમદાવાદ શહેરમાં Corona ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદમાં શનિવારે કોરોનાના 405 જેટલા કેસ નોંધાયા હતા. જે અમદાવાદ શહેરના અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઇ કેસ છે. જેમાં દેશમાં કોરોનાના કેસ પર નિયંત્રણ લાવવા માટે કોર્પોરેશનને સુપર સ્પ્રેડરને શોધવા માટે  ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે. જેની માટે મહાનગર પાલિકાએ ઝોન વાઇસ 18 જેટલા સેન્ટરો શરૂ ર્ક્યા છે.

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાવવા માટે રવિવારથી 18 ખાનગી લેબમાં રૂપિયા 500માં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જેમાં ખાણી પીણી, કરિયાણા, શાકભાજી અને ફ્રૂટ વેચાણ સાથે સંકળાયેલા લોકો તેમજ અન્ય કોઈપણ વસ્તુની ડીલીવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમ, ડીલીવરીબોય તથા કર્મચારીઓ માટે ફરજિયાત આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવાનો રહેશે.

Coronaના કેસને ડામવા માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા Coronaના કેસને ડામવા માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં સુપર સ્પ્રેડરના ફરીથી એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે. જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. આ નિર્ણય વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ ડિલિવરી અને હોમ ડિલિવરી બોયના RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત 15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરવામાં આવશે. તેમજ ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર આપવામાં અપાશે, તેમજ જો કોઈ સોસાયટીમાં કેસ વધશે તો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.

હાલમાં ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં Corona  મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે સરકાર તરફથી કોવિડ -19 વેક્સિન પૂરી પાડવામાં આવેલ છે. આ કોવિડ -19 વેક્સિન નાગરિકોને મળી રહે તે માટે મોટી સંખ્યામાં સેશન સાઈટ કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ આગામી સમયમાં તેને વધુ સઘન બનાવવામાં આવશે.

આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર હિતમાં શહેરના સુપર સ્ટેડર્સના રેપિડ એંન્ટીજન ટેસ્ટીંગ તથા ફુડ આઈટમની તથા અન્ય હોમ ડિલીવરી કરતાં ડીલીવરી બોય, સુપર માર્કેટમાં કામ કરતા કર્મચારી વગેરે વ્યકતિઓના RT-PCR ટેસ્ટ કરાવવા અંગે સઘન ઝુંબેશ ઉપાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે. કોરોના યોદ્ધા બનો – ઘરે રહો, સુરક્ષિત રહો. ચાલો સાથે મળીને કોરોના સામે લડીએ.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati