શું ચીન નવા કોરોના વેરિઅન્ટને વિશ્વભરમાં ફેલાવી રહ્યું છે ? જુઓ ચીનની ચાલાકીને ઉઘાડી પાડતો આ વિડીયો

હાલ વિશ્વમાં જાપાન, અમેરિકા, સિંગાપોર, વિયેતનામ, યુરોપ સહિતના અનેક દેશોમાં coronaના કેસોમાં ઉછાળો આવ્યો છે. અને, આ તમામ દેશોમાં ચીનના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 12:12 PM

હાલ વિશ્વભરમાં કોરોના વાયરસને લઇને ફરી ચિંતાનો માહોલ છે. ત્યારે આ બાબતે WHOએ પણ ચીન સામે લાલ આંખ કરી છે. આ બાબતે ચીન હંમેશા કોરોના ડેટા અને આંકડાઓની હકીકત છુપાવી રહ્યું હોવાના અહેવાલો છાશવારે પ્રકાશિત થતા રહે છે. ચીને તાજેતરમાં જ કોરોના બાબતે ઝીરો પોલિસી અપનાવી હતી. અને, લોકડાઉન અને કડક નિયમો દેશમાં લાગુ કર્યા હતા. ત્યાં જ અચાનક ચીને પોતાના દેશના નાગરિકોને વિદેશ ગમન અને વિદેશ પ્રવાસની છુટ આપી દીધી છે. ત્યારે ચીનની આ નીતિને લઇને હંમેશા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. Study IQ IASના એક યુ-ટયુબ વીડિયોમાં આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે.

જગજાહેર વાત છેકે ચીનમાં કોરોનાના અસંખ્ય કેસો સામે આવી રહ્યા હતા. અને, દેશમાં લોકડાઉનના નિયમો લાગુ કરાયા હતા. અને, ત્યારબાદ એવું શું બન્યું કે ચીને અચાનક નિયમો હળવા કર્યા, અને, પોતાના દેશના નાગરિકોને બીજા દેશમાં જવાની છુટ આપી છે. જેના કારણે હાલ વિશ્વભરમાં કોરોનાના નવા વેરિઅન્ટનો ફેલાવો ઝડપથી થઇ રહ્યો છે. જે અતિ ઘાતક હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે Study IQ IASના એક યુ-ટયુબ વીડિયોમાં આ તમામ બાબતે ખુલાસો થયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છેકે ચીને કેવી રીતે વિશ્વને કોરોનાની ઝપેટમાં લેવાનો પ્લાન બનાવ્યો છે. અને, પોતાનું પાપ વિશ્વના માથે થોપી રહ્યું છે.

નોંધનીય છેકે હાલ વિશ્વમાં જાપાન, અમેરિકા, સિંગાપોર, વિયેતનામ, યુરોપ સહિતના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળો આવ્યો છે. અને, આ તમામ દેશોમાં ચીનના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેને કારણે  વિશ્વના અનેક દેશોએ ચીની પ્રવાસીઓ પર પ્રતિબંધ પણ લાદી દીધો છે. અને, ચીની પ્રવાસીઓ માટે કડક નિયમો પણ અમલી બનાવ્યા છે. જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.

 

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">