કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોને સલાહ, જ્યા કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યા લગાવો 14 દિવસનું કડક લોકડાઉન

કેન્દ્ર સરકારે દેશમાં વકરી ચૂકેલી કોરોનાની મહામારીને કાબુમાં લેવા રાજ્ય સરકારોને સલાહ આપી છે કે, જ્યા 10 ટકાથી વધુ કોરોનાનું સંક્રમણ હોય ત્યા 14 દિવસનું કડક લોકડાઉન ( lockdown) કરો, જેથી કોરોનાની ચેઈન તોડવામાં સફળતા મળે. કોરોનાથી સંક્રમિત થયેલ એક વ્યક્તિ 406 વ્યક્તિઓને સંક્રમિત કરી શકે છે.

  • Bipin Prajapati
  • Published On - 11:40 AM, 4 May 2021
કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોને સલાહ, જ્યા કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યા લગાવો 14 દિવસનું  કડક લોકડાઉન
કેન્દ્ર સરકારની રાજ્ય સરકારોને સલાહ, જ્યા કોરોનાનું સંક્રમણ વધુ હોય ત્યા લગાવો 14 દિવસનું કડક લોકડાઉન ( લોકડાઉનની પ્રતિકાત્મક તસવીર)

કોરોના મહામારી અતિ ઝડપે દેશભરમાં ફેલાઈ ચૂકી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે, વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારોમાં 14 દિવસનો કડક લોકડાઉન ( lockdown ) લાગુ કરવા કહ્યું છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને એવા વિસ્તારની માહિતી એકઠી કરવા જણાવ્યું છે કે જ્યાં કોરોનાનું સંક્રમણ દર 10 ટકા કે તેથી વધુ હોય. આ વિસ્તારોમાં સ્થાનિક રીતે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યુ હતું કે સંક્રમણના દર સિવાય, જો કોરોનાના દર્દીઓ જ્યા વધુ આવી રહ્યા હોય અથવા જ્યાં દર્દીઓની સંખ્યા વધુ હોય, તો સ્થાનિક લોકડાઉન લગાવી શકાય છે. જો કે, કેન્દ્રે સમગ્ર રાજ્ય અથવા જિલ્લામાં લોકડાઉન કરવાની ભલામણ કરી નથી. આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં લગભગ 250 જિલ્લાઓ છે જ્યાં કોરોના સંક્રમણનો દર 10 થી 15 ટકા છે.

કયા ક્યા છે લોકડાઉન

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન, કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા જિલ્લાઓની હાલતમાં પણ થોડો ઘણો સુધારો જોવા મળ્યો છે. કર્ણાટક, હરિયાણા, દિલ્લીમાં લોકડાઉન લાગુ કર્યુ છે. જ્યારે ઓરિસ્સા લાગુ કરવાનું છે. જેમાં દિલ્લીમાં ત્રીજુ સપ્તાહ, કર્ણાટકમાં બીજી સપ્તાહ અને હરિયાણામાં પહેલુ સપ્તાહ છે. જ્યારે ઓરિસ્સામાં 5મી મેથી લોકડાઉન લાગુ પડશે. જ્યારે તાજેતરમાં જ ચૂંટણી સંપન્ન થઈ છે તેવા તામિલનાડુમાં

કેન્દ્ર સરકારે, રાજ્યોને વધુમાં વધુ કેસ પ્રાપ્ત થતા જિલ્લાઓ કે સ્થળોની ફરીથી ઓળખ કરવા જણાવ્યું છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે એક જ જિલ્લામાં આવેલું ગામ અથવા શહેર સૌથી વધુ અસરગ્રસ્ત હોય છે. જ્યારે અન્ય સ્થળ, શહેર કે ગામમાં એક પણ કેસ ચેપ લાગ્યો નથી. આવી સ્થિતિમાં, ચેપગ્રસ્ત ગામ અથવા શહેરમાં જ 14 દિવસનું લોકડાઉન કરવું વધુ સારું રહેશે.

22 રાજ્યોમાં સંક્રમણ દર 15 ટકાથી વધુ છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે, કોરોનાની બીજી લહેર નબળી પડી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. જો કે સંક્રમણ દરને ધ્યાનમાં લેવામાં આવે તો પણ, ત્યાં 22 રાજ્યો એવા છે જ્યાં તે 15 ટકાથી વધુ છે. આ સિવાય નવ રાજ્યોમાં કોરોનાના સંક્રમણનો દર 5 થી 15 ટકા છે અને માત્ર પાંચ રાજ્યોમાં સંક્રમણનો દર પાંચ ટકાથી ઓછો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ, વધુ સંક્રમણ ધરાવતા જિલ્લાઓ પણ સંક્રમણનો દરમાં પાંચ ટકા સુધી સરળતાથી નિયંત્રિત કરી શકે છે.