Caution: ​​ઉધરસ, છીંક અને વાતચીત કરવાથી કોરોના ફેલાઇ રહ્યો છે, આરોગ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન જાહેર

Caution:  દેશમાં કોરોના ચેપના કેસ ઓછા થઇ રહ્યાં નથી. ત્યારે, આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ફેલાવા અને તેની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

Caution: ​​ઉધરસ, છીંક અને વાતચીત કરવાથી કોરોના ફેલાઇ રહ્યો છે, આરોગ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન જાહેર
સાંકેતિક તસ્વીર

Caution:  દેશમાં કોરોના ચેપના કેસ ઓછા થઇ રહ્યાં નથી. ત્યારે, આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ફેલાવા અને તેની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં જણાવાયું છે કે કોરોના ચેપ મુખ્યત્વે હવા તથા ચેપગ્રસ્ત વ્યક્તિને ઉધરસ આવે છે, છીંક આવે છે અથવા વાતચીત કરે છે તે દરમિયાન કોરોના ફેલાવાનો ભય રહે છે. ગયા વર્ષે જૂનમાં, આરોગ્ય મંત્રાલયે માર્ગદર્શિકા જાહેર કરી હતી.તેમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના ચેપ મુખ્યત્વે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે.

તાજેતરમાં, કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની કચેરી દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે કોરોના વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ દ્વારા હવામાં 10 મીટર સુધી જઈ શકે છે અને તંદુરસ્ત વ્યક્તિને તેનો ચેપ લાગી શકે છે.

આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં કરવામાં આવેલા અન્ય ફેરફારોમાં ઇવરમેક્ટીન અને સ્ટેરોઇડ્સ અને પ્લાઝ્મા ઉપચારનો ઉપયોગ સામેલ છે. આ ગાઇડલાઇન મુજબ, કોરોનાના ઓછા અથવા હળવા લક્ષણોના કિસ્સામાં, ઇવર્મેક્ટિન દવા દિવસમાં એક વાર ખાલી પેટ લેવા ભલામણ કરાઇ છે. પરંતુ ધ્યાનમાં રાખો કે ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓને આ દવા ન આપવી જોઈએ. જો ગયા વર્ષે સરકારની ગાઇડલાઇન જોવામાં આવે, તો ઇવરમેક્ટીન તેમાં સામેલ ન હતી.

નવી માર્ગદર્શિકા મુજબ, કોરોના ચેપના હળવા લક્ષણોના કિસ્સામાં દર્દીને સ્ટેરોઇડ્સ આપવાની જરૂર રહેતી નથી, પરંતુ, જો દર્દીને સાત દિવસ બાદ તાવ અને કફ જેવા લક્ષણો હોય તો ડૉકટરની સલાહ પ્રમાણે ઓરલ સ્ટીરોઈડ આપી શકાય છે.

ગયા વર્ષે સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકાઓમાં, પ્લાઝ્મા થેરાપીને કોરોના માટેની સારવારની સૂચિમાં સામેલ કરવામાં આવી હતી, જ્યારે આ વખતે ગાઇડલાઇનમાંથી પ્લાઝમા થેરાપીને દૂર કરવામાં આવી છે, જેનો અર્થ છે કે કોરોના દર્દીઓની સારવારમાં પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

સાર : આમ જ્યારે કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ ખાંસી, છીંક અથવા વાતચીત કરે છે ત્યારે કોરોના ચેપ મુખ્યત્વે હવામાં અને નાના ટીપાં દ્વારા અન્યને ચેપ આપી શકે છે. તથા, નવી માર્ગદર્શિકા અનુસાર, ચેપના હળવા લક્ષણોના કિસ્સામાં દર્દીને સ્ટેરોઇડ્સ આપવાની જરૂર નથી. તથા, કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ પણ અનિવાર્ય નથી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati