રાજ્યમાં Coronaના કેસો વધ્યા, નવા 475 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી Coronaના કેસો સતત વધી રહ્યા છે અને 400થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ ક્રમ 3 માર્ચે પણ શરૂ રહ્યો છે.

  • Tv9 webdesk42
  • Published On - 21:01 PM, 3 Mar 2021
રાજ્યમાં Coronaના કેસો વધ્યા, નવા  475 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી Coronaના કેસો સતત વધી રહ્યા છે અને 400થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ ક્રમ 3 માર્ચે પણ શરૂ રહ્યો છે. 3 માર્ચના રોજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 475 કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે.

 

 

 

આજે મહાનગરોમાં નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 115 કેસ, સુરતમાં 85 કેસ, વડોદરામાં 82 અને રાજકોટમાં 57 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 358 અને અત્યાર સુધીમાં કુલ 2,64,195 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં એક્ટીવ કેસ વધીને 2,638 થયા છે.

 

આ પણ વાંચો: Britain મોકલાશે ભારતીય કોરોના વેક્સિન, સિરમ ઈન્સ્ટિટ્યૂટ આપશે ‘COVISHIELD’ના 1 કરોડ ડોઝ