મૃતદેહ લેવા ન આવ્યાં સ્વજનો, BJP સાંસદે 12 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા

BJP સાંસદ નલીન કુમાર કટીલ (Nalin Kumar Katil)એ 12 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે. આ મૃતકોના પરિવારોએ કોરોનાના ડરથી તેમના મૃતદેહ લેવા આવ્યા નહોતા.

  • Publish Date - 5:14 pm, Tue, 22 June 21 Edited By: Nakulsinh Gohil
મૃતદેહ લેવા ન આવ્યાં સ્વજનો, BJP સાંસદે 12 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા
FILE PHOTO

BJP સાંસદ નલીન કુમાર કટીલ (Nalin Kumar Katil)એ 12 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે. Corona મહામારીની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. આ બીજી લહેરમાં ભારતમાં દૈનિક 4 લાખ સુધી કેસો નોંધાયા હતા અને કોરોનાને કારણે દૈનિક 4 હજાર આસપાસ મૃત્યુ પણ નોંધાયા હતા. નવા કેસોનું પ્રમાણ એટલું બચું વધી ગયું હતું કે હોસ્પિટલ બહાર દાખલ થવા માટે લાઈન હતી.

તો બીજી બાજુ મૃત્યુ એટલા વધી ગયા હતા કે સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી હતી. corona સંક્રમણનો ભય એટલો બચો વધી ગયો હતો કે લોકો પોતાના કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ લેવા માટે ડરતા હતા અને જો મૃત દેહ અંતિમ સંસ્કાર થઇ જાય તો અસ્થિ લેવા માટે કોઈ આવતું નહોતું. પરિણામે સ્મશાનોમાં મૃતદેહના અસ્થિનો ભરાવો થયો હતો.

 

કોરોનાને કારણે ભય એટલો વધી ગયો હતો કે Corona મૃતકોના સ્વજનો મૃતદેહ લેવા માટે પણ ડરતા હતા. BJP સાંસદ નલીન કુમાર કટીલ (Nalin Kumar Katil)એ આવા 12 કોરોના મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે. ભાજપ કર્ણાટક ના પ્રમુખ અને સાંસદ નલીન કુમાર કટીલે સોમવારે ઉડુપી જિલ્લાના કર્કલા તાલુકાના સોમેશ્વરમાં મંદિર નજીક કોવિડને કારણે જીવ ગુમાવનારા 12 લોકોના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ મૃતકોના પરિવારોએ કોરોનાના ડરથી તેમના મૃતદેહ લેવા આવ્યા નહોતા.

BJP સાંસદ નલીન કુમાર કટીલ (Nalin Kumar Katil)એ જણાવ્યું હતું કે પરંપરા મુજબ આ 12 કોરોના મૃતકોના અંતિમ સંકર કરવામાં આવ્યા છે અને તેમના અસ્થિને મંદિરના નજીકના સોમેશ્વરમાં દરિયામાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. જિલ્લામાં કોવિડથી મૃત્યુ પામેલા 12 લોકોના મૃતદેહોનો કોઈ સબંધીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો ન હતો અને તેથી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી શક્યા નહીં.

સોમેશ્વરમાં દરિયામાં આ 12 કોરોના મૃતકોના અસ્થિ વિસર્જન કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા BJP સાંસદ નલીન કુમાર કટીલ (Nalin Kumar Katil)એ કહ્યું કે આ સમય દરમિયાન રાજ્ય સરકારની સૂચના મુજબ તમામ કોરોના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : West Bengal : બંગાળના પૂર્વ મુખ્યસચિવ અલાપાન બંધોપાધ્યાય સામે કેન્દ્ર સરકારે લીધા પગલા

 

આ પણ વાંચો : બંગાળમાં મમતાને મોટો ઝટકો : હાઇકોર્ટના આદેશ બાદ હવે ચૂંટણી બાદ થયેલી હિંસાની થશે તપાસ

Click on your DTH Provider to Add TV9 Gujarati