Bharuch Covid Hospital Fire Investigation : જસ્ટિસ ડી.એ. મહેતાએ કોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું, દુર્ઘટનાનું કારણ જાણવા શરૂ કરાયા પ્રયાસ

વેલફેર કોવિડ સેન્ટરના અગ્નિકાંડમાં 16 દર્દી સાથે 19 વર્ષની 2 ટ્રેઈની નર્સની જિંદગી જીવતી જ હોમાઈ ગઈ હતી.

Bharuch Covid Hospital Fire Investigation : જસ્ટિસ ડી.એ. મહેતાએ કોવિડ કેર સેન્ટરનું નિરીક્ષણ કર્યું, દુર્ઘટનાનું કારણ જાણવા શરૂ કરાયા પ્રયાસ
1લી મેની રાતે અગ્નિકાંડનો ભોગ બનેલું કોવીડ કેર સેન્ટર
Follow Us:
| Updated on: May 25, 2021 | 2:04 PM

ગુજરાતના 61 માં સ્થાપના દિનની પૂર્વ મધરાતે જ ભરૂચની કોવિડ હોસ્પિટલ પટેલ વેલફેરમાં લાગેલી આગે લોકોને હતપ્રત કરી દીધા હતા. વેલફેર કોવિડ સેન્ટરના અગ્નિકાંડમાં 16 દર્દી સાથે 19 વર્ષની 2 ટ્રેઈની નર્સની જિંદગી જીવતી જ હોમાઈ ગઈ હતી. અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ બાદ ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ પણ રાજ્ય સરકારે પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા પંચને સોંપાઈ છે.

ભરૂચ ખાતેની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તલસ્પર્શી તપાસ માટે 6 મે એ નિવૃત જસ્ટિસ ડી.એ .મહેતાના તપાસ પંચની રચના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશન ઓફ ઇન્કવાયરી એક્ટ હેઠળ નિવૃત જસ્ટિસ ડી. એ. મહેતાના અધ્યક્ષ સ્થાને તપાસ પંચ નિમવામાં આવ્યું હતું.

આજે મંગળવારે ભરૂચ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલના આગ હોનારતની તપાસ માટે જસ્ટિસ ડી.એ.મહેતા સવારે 11 કલાકે આવી પોહચ્યા હતા. તેમીની મુલાકાત અને આગમનને લઈ આ હોનારતની તપાસ કરતી તમામ એજન્સીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ભરૂચ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં તપાસ પંચ પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા એ દુર્ઘટના સ્થળ આગમાં બળીને રાખ થયેલા નવી બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. જસ્ટિસ મહેતા પંચની 1.15 કલાક સુધીની મુલાકાતમાં જરૂરી નિરીક્ષણ, તપાસ, અન્ય તપાસ એજન્સીઓ અને અધિકારીઓના અહેવાલો તેમજ રિપોર્ટ સહિતની વિગતો મેળવાઈ હતી.

જસ્ટિસ ડી.એ. મહેતા પાંચ આ અગ્નિકાંડની ઘટનામાં તલસ્પર્શી નિરીક્ષણ અને તપાસ કર્યા બાદ ઘટના પાછળના કારણો કયા હતા અને આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારને 3 મહીનમાં અહેવાલ સુપરત કરશે. અમદાવાદની કોવિડ શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગજનીની તપાસ પણ નિવૃત જસ્ટિસ ડી.એ. મહેતા પંચને આપવામાં આવી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">