સોશિયલ મીડિયા જરુરિયાતમંદ લોકો માટે વરદાન, બાબા કા ઢાબા બાદ સોશિયલ મીડિયાએ બદલી રોટી વાલી અમ્માની જિંદગી

સોશિયલ મીડિયા જરુરિયાતમંદ લોકો માટે વરદાન, બાબા કા ઢાબા બાદ સોશિયલ મીડિયાએ બદલી રોટી વાલી અમ્માની જિંદગી

સોશિયલ મીડિયા જરુરિયાતમંદ લોકો માટે વરદાન સમાન સાબિત થઇ રહ્યું છે. દિલ્લીનું ‘બાબા કા ઢાબા’ અને આગરાના ‘કાંજી વડે વાલે બાબા’ બાદ હવે ‘રોટી વાળી અમ્મા’ની મદદ માટે લોકો આગળ આવી રહ્યા છે. યુપીના આગરા રોડના કિનારે 20 રુપિયામાં ભરપેટ જમવાનું ખવડાવનાર રોટી વાળી અમ્માનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ તેમની જિંદગી જ બદલાઇ ગઇ. રોટી વાલી અમ્માની દુકાન પર હવે ગ્રાહકોની ભીડ વધી ગઇ છે. અમ્માનું કહેવું છે કે જ્યાં સુધી હાથ પગ ચાલતા રહેશે ત્યાં સુધી તેઓ કામ કરતા રહેશે.

સોશિયલ મીડિયા જરુરિયાતમંદ લોકો માટે વરદાન, બાબા કા ઢાબા બાદ સોશિયલ મીડિયાએ બદલી રોટી વાલી અમ્માની જિંદગી

80 વર્ષની અમ્મા ભગવાન દેવી આગરાના સેંટ જોસ વિસ્તાર પાસે રોડના કિનારે રોટલી બનાવે છે. માત્ર 20 રુપિયામાં અમ્મા ભગવાન દેવી લોકોને ભરપેટ જમાડે છે. પરંતુ કોરોનાના કારણે અમ્માની આવક ખૂબ જ ઓછી થઇ ગઇ હતી. ભગવાન દેવીના પતિનું મોત થઇ ગયું છે. પતિના મોત બાદ ભગવાન દેવીને એમના પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યા, પરંતુ ભગવાન દેવીએ હાર ન માની. 80 વર્ષની ઉંમરમાં પણ ભગવાન દેવી આત્મનિર્ભરતાનું ઉદાહર આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા જરુરિયાતમંદ લોકો માટે વરદાન, બાબા કા ઢાબા બાદ સોશિયલ મીડિયાએ બદલી રોટી વાલી અમ્માની જિંદગી

રસ્તાના કિનારે જમવાનું બનાવનારી રોટી વાળી અમ્માનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ જિલ્લા નગરીય વિકાસ અભિકરણની (ડૂડા) તરફથી પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંતર્ગત 10હજાર રુપિયા આપવામાં આવ્યા. ડૂડાના કર્મચારી ‘રોટી વાળી અમ્મા’ પાસે લેપટોપ તેમજ અન્ય કાગળો લઇને પહોંચ્યા હતા. હાથોં હાથ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રોટી વાળી અમ્માના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા.

સોશિયલ મીડિયા જરુરિયાતમંદ લોકો માટે વરદાન, બાબા કા ઢાબા બાદ સોશિયલ મીડિયાએ બદલી રોટી વાલી અમ્માની જિંદગી

ડૂડા બાદ યૂરો સેફ્ટી ગ્રુપ ઑફ કંપનીજ એ શુક્વારે રોજર ફાઉંડેશનના સહયોગથી રોટી વાળી અમ્મા ને સ્ટવ. સિલિંડર અને ડિસ્પોજેબલ વાસણ સાથે આધુનિક વાહન આપ્યું. જેમાં બેટરી,પ્રકાશની પણ વ્યવસ્થા છે. કંપનીના મહેશ ગુપ્તાના મુજબ અમ્મા દેવીને સ્માર્ટ ફોન પણ ઉપહારમાં આપવામાં આવ્યો છે. જેના કારણે તે પોતાના ગ્રાહકોથી જોડાઇ શકશે. સોશિયલ મીડિયા જરુરિયાતમંદ લોકો માટે વરદાન, બાબા કા ઢાબા બાદ સોશિયલ મીડિયાએ બદલી રોટી વાલી અમ્માની જિંદગી

ઉલ્લેખનીય છે કે રોટી વાળી અમ્મા ભગવાન દેવી મોહન મંદિર ગલી, બાગ મુજફ્ફર ખાં ની નિવાસી છે. એમની પાસે રેકડી વાળા, રિક્શા વાળા અને મજૂરો જમવા માટે આવતા હોય છે. તેઓ 20 રુપિયા લોકોને ભરપેટ જમાડે છે. અમ્માની થાળી રોટલી અને શાક હોય છે. આસપાસના લોકો તેમને રોટી વાળી અમ્મા કહીને  બોલાવે છે. 15 વર્ષથી અમ્મા લોકોને ભરપેટ જમાડે છે. એમની પાસે કોઇ ગરીબ પૈસા વગર આવે તો પૈસા લીધા વગર રોટલી ખવડાવે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati