Andhra Pradesh : કોરોના રસીકરણમાં આંધ્રએ બનાવ્યો રેકોર્ડ, એક જ દિવસમાં 13 લાખથી વધુ લોકોનું રસીકરણ કરાયું

Andhra Pradesh : કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાનમાં આંધ્રમાં 20 જૂને સાંજે 7 વાગ્યા સુધીમાં 13,00,361 લોકોને રસી આપવામાં આવી હતી.

Andhra Pradesh : કોરોના રસીકરણમાં આંધ્રએ બનાવ્યો રેકોર્ડ, એક જ દિવસમાં 13 લાખથી વધુ લોકોનું રસીકરણ કરાયું
PHOTO : PTI
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 12:36 AM

Andhra Pradesh : કોરોના મહામારી સામે રસીકરણ એક માત્ર હથિયાર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો રસીકરણ અંગે જાગૃતિ લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. દેશમાં 21 જૂન યોગ દિવસથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરીકોને કેન્દ્ર સરકાર તરફથી મફત રસી આપવામાં આવશે. દેશમાં રસીકરણ અભિયાન પુરજોશમાં શરૂ છે. અત્યર સુધીમાં દેશમાં 27 કરોડથી વધુ નાગરીકોનું રસીકરણ થઇ ગયું છે. આ તમામ બાબતો વચ્ચે આંધ્રપ્રદેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે.

આંધ્ર : એક જ દિવસમાં 13 લાખથી વધુ લોકોને રસી અપાઈ આંધ્રપ્રદેશ (Andhra Pradesh) એ કોરોના વાયરસના રસીકરણ (Corona Vaccination) અંગે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજ્યમાં એક જ દિવસમાં 13 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. હજી સુધી આ રેકોર્ડ કોઈ પણ રાજ્યમાં બન્યો નથી.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

રવિવારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં કોરોના સામે 12,56,215 લોકોને રસી આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ આંકડો હજી વધુ વધી શકે છે કારણ કે રાજ્યના કેટલાક ભાગોમાં સાંજના 6 વાગ્યા પછી પણ રસીકરણ અભિયાન ચાલુ હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 1.1 કરોડથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

13 જિલ્લામાં 2200 કેન્દ્રો પર રસીકરણ થયું રવિવારે 20 જૂને આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના 13 જિલ્લાઓમાં 2200 જેટલા રસીકરણ કેન્દ્રો પર કોરોના રસીકરણ (Corona Vaccination) થયું હતું. સવારે 6 વાગ્યાથી રાજ્યના 13 જિલ્લાઓમાં 2,200 સ્થળોએ રસીકરણ શરૂ થયું હતું. રવિવારે આંધ્રપ્રદેશમાં કોરોના રસીકરણ અભિયાનમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.આ ઉપરાંત 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની માતાઓને પણ પ્રાથમિકતાના આધારે કોરોના રસી આપવામાં આવી હતી.

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં બપોરે 2 વાગ્યા સુધી આરોગ્ય કર્મચારીઓએ કુલ 9,02,308 લોકોને કોરોના રસી આપી હતી બપોરે 3 વાગ્યા સુધીમાં આંકડો 10 લાખને પાર કરી ગયો. જિલ્લાવાર કોરોના રસીકરણ (Corona Vaccination) વાત કરીએ તો, પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાઓ રસીકરણની બાબતમાં પ્રથમ ક્રમે છે.

પૂર્વ ગોદાવરી જિલ્લામાં 1.48 લાખ લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં 1.43 લાખ લોકોને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત કૃષ્ણા, વિશાખાપટ્ટનમ અને ગુંટુર જિલ્લામાં રસીકરણનો આંકડો 1 લાખને પાર કરી ગયો.અગાઉ આંધ્રપ્રદેશમાં એક જ દિવસમાં 6,28,961 લોકોના રસીકરણનો રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો : Narendra Singh Tomar : અડધી રાત્રે પણ વાતચીત કરવા તૈયાર, પણ ખેડૂત કાયદાઓ પાછા નહીં લેવામાં આવે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">