Ahmedabad : સિવિલના આરોગ્યકર્મીઓની ફરજનિષ્ઠાને સલામ, રજા લીધા વગર રાત-દિવસ ખડેપગે સેવામાં કાર્યરત

Ahmedabad : સિવિલ મેડીસીટીના ૨,૫૦૦ થી વધુ સ્ટાફે મહિનાઓથી રજા લીધી નથી. જીહાં, અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

Ahmedabad : સિવિલના આરોગ્યકર્મીઓની ફરજનિષ્ઠાને સલામ,  રજા લીધા વગર રાત-દિવસ ખડેપગે સેવામાં કાર્યરત
તબીબોની ફરજને સલામ
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 7:17 PM

Ahmedabad : સિવિલ મેડીસીટીના ૨,૫૦૦ થી વધુ સ્ટાફે મહિનાઓથી રજા લીધી નથી. જીહાં, અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ પણ “આ પાર કે પેલે પાર”ના ધ્યેય સાથે જીવસટોસટની બાજી ખેલી રહ્યો છે.

વર્તમાન સમયમાં સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ તથા મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં નવનિર્મિત કિડની હોસ્પિટલની ઇમારતમાં કાર્યરત કોવિડ સુવિધાઓમાં વિવિધ કેડરના કુલ ૨૫૮૦ લોકોનો મેડિકલ સ્ટાફ દિન-રાત જોયા વિના માત્રને માત્ર દર્દીઓ માટે ‘રાઉન્ડ ધ ક્લોક’ કામ કરી રહ્યો છે. આ ફરજ નિષ્ઠાથી સિવિલ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ વ્યવસાયમાં આવનારી ભાવિ પેઢીઓ માટે કર્તવ્ય પરાયણતાનું ઉચ્ચ દૃષ્ટાંત પ્રસ્થાપિત કર્યું છે. મેડિકલ સ્ટાફની દર્દીઓ પ્રત્યેની સમર્પિતતાનો ખ્યાલ એના પરથી મળી શકે કે આવી કઠિન પરિસ્થિતિમાં પણ ૫૨૮ ડોક્ટર, ૬૫૫ નર્સ, ૩૦૧ પૅરા મેડિકલ કર્મચારી, ૮૮૭ સફાઇકર્મી, ૧૫૩ સુરક્ષાકર્મી, ૧૪ કાઉન્સેલર, ૨૫ દર્દી સહાયક અને ૧૫ પી.આર.ઓ. એમ કુલ ૨૫૮૦ મેડિકલ સ્ટાફે દર્દીઓ ખાતર ઘણા દિવસોથી એક પણ રજા લીધી નથી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કોવિડના દર્દીઓની રાત-દિનની સેવા દરમિયાન ડોક્ટર્સ સહિતનો ૮૦ જેટલો મેડિકલ સ્ટાફ પણ કોરોનાની આ ઘાતક લહેરમાં સંક્રમિત થયો છે, પણ આ તમામ સ્ટાફ મેમ્બર્સે સાજા થયા બાદ પુનઃ ફરજ પર જોડાઇ જઇ ફરજ પ્રત્યેની પોતાની કર્તવ્યનિષ્ઠા દર્શાવી છે.

એક તરફ મેડિકલ સ્ટાફ દિન રાત ખડે પગે ફરજ બજાવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ કોવિડ દર્દીઓની સેવા-સુશ્રુષા કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. ગુજરાત સરકાર નિર્ણાયકતા સાથે સરકારી હોસ્પિટલોમાં જોઇતા તમામ સાધન-સગવડો વિના વિલંબે પ્રદાન કરી રહી છે.

સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા તમામ દર્દીઓ માટે મોંઘા ઇન્જેક્શન, દવાઓ સમયસર પર્યાપ્ત જથ્થામાં હોસ્પિટલમાં પુરા પાડવામાં આવી રહી છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં ટોસીલીઝૂમેબ અને રેમડેસિવીર જેવા અત્યંત મોંઘા ઇન્જેક્શનની સારવાર પણ દર્દીને નિઃશુલ્ક આપવામાં આવે છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને સતત સારી સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની બહાર હોસ્પિટલ અને મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ સ્થિત કિડની હોસ્પિટલમાં દર્દીના સગાને રોકાણ માટે ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોવિડ મહામારી ચેપી હોવાથી દર્દીના સગાનું દર્દી પાસે રહેવું હિતાવહ નથી. તેથી દર્દીના સગાઓ- દર્દીના સ્વજનો વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી સાથે વાતચીત કરી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ જાણી શકાય તે માટે કંટ્રોલ નંબર કાર્યરત કરાવવામાં આવ્યા છે.

ગુજરાત સરકારની ત્વરિત કામગીરીના કારણે અત્યારે અમદાવાદમાં કોવિડની સારવાર માટે પર્યાપ્ત સંખ્યામાં બૅડ સંખ્યા ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા સ્તરના તમામ ખાનગી નર્સિંગ હોમને પણ કોવિડ દર્દીઓ માટે બૅડ અનામત રાખવા હાકલ કરી છે, જેથી શક્ય તેટલા વધુ લોકોને ઘરની નજીક જ સારવાર મળી શકે. નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલે તબીબો ટેક્નોલોજીના માધ્યમથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દર્દીઓને સારવાર-સલાહ આપે તેવો અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલના ૧૭ દિવસમાં ૧૬૭૦ જેટલા દર્દીને ડિસ્ચાર્જ મળ્યું છે. સિવિલ હોસ્પિટમાંથી સારવાર મેળવી સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ રહી છે, તેથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે વધુ બેડ ઉપ્લબ્ધ થઈ રહ્યા છે. ૧ થી ૧૭ એપ્રિલ સુધીમાં ૧૬૭૦ દર્દીને ડિસ્ચાર્જ અપાયું છે.

અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત વિવિધ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત છે. સિવિલ વહીવટીતંત્રએ પરિસ્થિતિને અનુરુપ ઓક્સિજન સાથેના દર્દીની સ્થિતિ સ્થિર જણાય તો સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરી જરૂરિયાતમંદોને સત્વરે સારવાર મળે તે પ્રકારે આયોજન હાથ ધર્યું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">